PHOTOS

IPL 2024: ચેન્નઈના 5 ખેલાડી OUT, દીપક ચાહર અને દેશપાંડેએ વધારી ચિંતા, મુસ્તફિઝુરે છોડ્યો સાથ

IPL 2024 5 CSK players OUT: આઈપીએલ 2024ના લીગ રાઉન્ડના અંતિમ તબક્કામાં ચેન્નઈ સુપર કિંગ્સની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ટીમે પંજાબ કિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચેન્નઈ માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. સીએસકેની હારની પાછળનું એક કારણ ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું પણ છે. કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો કે ટીમ કઈ રીતે ખેલાડીઓની ગેરહાજરીનો સામનો કરી રહી છે.
 

Advertisement
1/5
દીપક ચાહર
દીપક ચાહર

દીપક ચાહરની વાત કરવામાં આવે તો તે પંજાબ સામે માત્ર બે બોલ ફેંકીને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બોલિંગના સમયે તે પહેલી ઓવરમાં મેદાનની બહાર જતો રહ્યો હતો. ફ્લેમિંગે ખુલાસો કર્યો કે દીપક ચાહરની સ્થિતિ સારી લાગી રહી નથી. ટીમ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

2/5
મથીસા પથિરાના
મથીસા પથિરાના

ચેન્નઈનો સ્ટાર ફાસ્ટ બોલર મથીસા પથિરાના પણ રમવા માટે ઉપલબ્ધ નથી. તે વિઝા સમસ્યાને કારણે શ્રીલંકા પરત ફર્યો છે. તે આગામી મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે. પથિરાનાએ 6 મેચમાં 13 વિકેટ ઝડપી છે.

Banner Image
3/5
મહીશ તીક્ષ્ણા
મહીશ તીક્ષ્ણા

શ્રીલંકન સ્પિનર મહીશ તીક્ષ્ણા પણ પથિરાનાની જેમ વીઝા સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તે પણ પથિરાના સાથે શ્રીલંકા પરત ફર્યો છે. ફ્લેમિંગે જણાવ્યું કે તીક્ષ્ણા અને પથિરાના જલ્દી ટીમ સાથે જોડાઈ શકે છે.

4/5
મુસ્તફિઝુર રહમાન
મુસ્તફિઝુર રહમાન

ચેન્નઈ માટે આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર મુસ્તફિઝુર રહમાન ટીમથી અલગ થઈ ગયો છે. તે આંતરરાષ્ટ્રીય ડ્યુટી માટે બાંગ્લાદેશની ટીમ ાથે જોડાશે. મુસ્તફિઝુરે આઈપીએલ 2024ની 9 મેચમાં 14 વિકેટ લીધી છે. હવે ચેન્નઈને તેની ખોટ પડશે.

5/5
તુષાર દેશપાંડે
તુષાર દેશપાંડે

ત્યાં સુધી કે અનકેપ્ડ ભારતીય ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને પણ ફ્લૂ થઈ ગયો છે. તેનો ખુલાસો ફ્લેમિંગે કર્યો છે. તેમણે કહ્યું- તુષાર દેશપાંડેને ફ્લુ થઈ ગયો. તેથી અમારે આજે ટીમમાં ફેરફાર કરવા પડ્યા છે.





Read More