KKR Captain : IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ટાઇટલ જીત્યું હતું, પરંતુ શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સમાં ગયો છે, તેથી સવાલ એ છે કે હવે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન કોણ બનશે ?
IPL 2025 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટનની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી.
શ્રેયસ અય્યર IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો હતો. તેની કેપ્ટનશિપમાં જ ટીમે ટાઇટલ પણ જીત્યું હતું. પરંતુ શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સમાં ગયો છે અને તેને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે હવે KKRનો કેપ્ટન કોણ બનશે ?
જો વેંકટેશ ઐયરને તક મળે છે, તો તે ચોક્કસપણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે. જો કે, 30 વર્ષના વેંકટેશ ઐયરે ક્યારેય સ્પર્ધાત્મક ક્રિકેટમાં કેપ્ટનશિપ કરી નથી.
વેંકટેશ અય્યરને KKRએ રિટેન કર્યો નહોતો, પરંતુ મેગા હરાજીમાં તેને 23.75 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. તે અજિંક્ય રહાણેની સાથે KKRની કેપ્ટનશિપ માટે પ્રબળ દાવેદાર છે.
એક ઈન્ટરવ્યુમાં વેંકટેશ અય્યરે કહ્યું કે, હું હંમેશા કહ્યું છું કે કેપ્ટનશિપ માત્ર એક પોસ્ટ છે, હું નેતૃત્વમાં વિશ્વાસ કરું છું. આ એક મોટી ભૂમિકા છે. ઘણી વખત કેપ્ટન ન હોવા છતાં, તમે ડ્રેસિંગ રૂમના કેપ્ટન બની શકો છો.
વેંકટેશ અય્યરે કહ્યું કે, જો કેપ્ટનશીપ મારી પાસે આવશે તો હું ચોક્કસપણે તેને સંભાળીશ. મારે આ રોલ ન સ્વીકારવો જોઈએ એવું કોઈ કારણ નથી. વેંકટેશ અય્યરે 2021માં IPL ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી ટોપ ઓર્ડરથી લોઅર ઓર્ડર સુધી રમતા, તેણે 51 મેચોમાં 137 ની સ્ટ્રાઈક રેટથી 1326 રન બનાવ્યા છે.