બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને ફિલ્મોની સાથે સાથે ખેલોનો પણ શોખ છે. તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંએક ટીમ પર ખરીદેલી છે. તેઓ ત્રણવાર ખિતાબ જીતી ચૂકેલી કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. શાહરૂખ ખાનની ટીમે એકવાર એક એવો નિર્ણય લીધો હતો જેના પર ખુબ વિવાદ થયો હતો.
2008માં શાહરૂખ ખાને કોલકાતા નાઈટરાઈડર્સની ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. ત્રણ આઈપીએલ ખિતાબ જીત્યા બાદ તેઓ દેશની સૌથી લોકપ્રિય અને સફળ ટીમોમાંથી એકના માલિક છે. શરૂઆતની સીઝનમાં કેકેઆરએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમને ટીમના બોલિંગ કોચ નિયુક્ત કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
અક્રમ આ આકર્ષક નોકરી મેળવતા પહેલા અનેક વ્યક્તિગત સમસ્યાઓ સામે ઝઝૂમતા હતા. તે લાહોરના એક રિહેબ સેન્ટરમાં હતા. અક્રમ નશાની લત સામે ઝઝૂમતા હતા. જેણે તેમની કરિયરના અંત બાદ તેમના જીવન પર કબજો જમાવ્યો હતો.
પોતાના સંસ્મરણો સુલ્તાનમાં વસીમે આ પરેશાન કરનારા દૌર વિશે ખુલીને જણાવ્યું અને સ્વીકાર્યું કે રિટાયરમેન્ટ બાદ પાર્ટી કરવાના કારણે તેઓ એક અંધારા રસ્તે જતા રહ્યા. તેમણે જણાવ્યં કે કોકીનની લતની શરૂઆત ઈંગ્લેન્ડમાં એક પાર્ટીથી થઈ હતી પરંતુ ત્યારબાદ આ લત એક ગંભીર લતમાં ફેરવાઈ ગઈ જેણે તેમને અસ્થિર અને દગાબાજ બનાવી દીધા.
જ્યારે તેમની એક્સ વાઈફ હુમાએ આખરે વસીમને કોકીન સાથે પકડ્યા તો તેમણે તેમને પ્રોફેશનલની મદદ લેવાનો આગ્રહ કર્યો. વસીમે લાહોરમાં રિહેબ સેન્ટરને એક કઠોર અને ગંભીર જગ્યા ગણાવી. જે ફિલ્મોમાં દેખાડવામાં આવતી સારી છબીથી બિલકુલ અલગ હતી. તેમણે જાણ્યું કે ત્યાંના ડોક્ટર એક ઠગ હતા જે પૈસા માટે પરિવારોનું શોષણ કરતા હતા.
ખરાબ પરિસ્થિતિઓ અને શોષણ છતાં વસીમ પત્ની પ્રત્યે પ્રતિબદ્ધતાને પૂરી કરવા માટે દ્રઢ સંકલ્પ લઈને સાત અઠવાડિયા સુધી રિહેબ સેન્ટરમાં રહ્યા. આખરે હુમાને પણ અહેસાસ થયો કે આ સુવિધા એક દગો છે પરંતુ વસીમ તેમાંથી બહાર નીકળીને વધુ મજબૂત થયા અને એક નવી શરૂઆત માટે તૈયાર થયા.
રિહેબથી બહાર આવ્યા બાદ જીવને વસીમને બીજી તક આપી હતી. શાહરૂખ ખાને તેમને 2010માં કેકેઆરમાં બોલિંગ કોચની ભૂમિકા માટે ઓફર મૂકી. જે તેમના જીવનમાં એક મોટો વળાંક હતો. વસીમ 2015 સુધી ટીમના બોલિંગ કોચ તરીકે જોડાયેલા રહ્યા. હવે તેઓ ક્રિકેટ એક્સપર્ટ અને કમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળે છે.