PHOTOS

Pics: અર્જૂન કપૂર સાથે બ્રેક અપ બાદ આ ક્રિકેટરના પ્રેમમાં પડી મલાઈકા? Photo આગની જેમ વાયરલ

Malaika Arora Spotted With This Cricketer: બોલીવુડની હોટ અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તે મલાઈકા અરોડાનું અર્જૂન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. હવે અભિનેત્રીના આ ક્રિકેટર સાથે ડેટિંગની અટકળો સામે આવી રહી છે. 

Advertisement
1/3

પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે જ પર્સનલ લાઈફને લઈને પણ બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા ખુબ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મલાઈકાનું બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદથી બંને સાથે જોવા મળ્યા નથી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થયા બાદ મલાઈકા અરોડાના ડેટિંગની અફવાઓ આવી રહી છે. હકીકતમાં આ તસવીર વાયરલ થયા બાદ એવું કહેવાય છે કે તે ક્રિકેટરને ડેટ કરી રહી છે. જાણો મલાઈકા અરોડાનું નામ કયા ક્રિકેટર સાથે જોડાયું છે. 

2/3
કોની જોડે જોવા મળી મલાઈકા
કોની જોડે જોવા મળી મલાઈકા

મલાઈકા અરોડા રવિવારે આઈપીએલ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી. તેમની સાથે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે જોડાયેલા કુમાર સંગકારા જોવા મળ્યા. મલાઈકા અરોડા અને કુમાર સંગાકારાએ રાજસ્થાન રોયલ્સની જર્સી પહેરેલી હતી. ત્યારબાદ બંનેના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયામાં ફેલાવા લાગી.   

Banner Image
3/3
યૂઝર્સના રિએક્શન
યૂઝર્સના રિએક્શન

એક યૂઝરે લખ્યું કે, મલાઈકા અરોડા કુમાર સંગકારા સાથે બેઠી છે. કઈક તો ચાલી રહ્યું છે. હું તો અભિનેત્રી અને આરઆર વચ્ચે કોઈ રિલેશન જોઈ રહ્યો છું. એક યૂઝરે લખ્યું કે શું મલાઈકા અરોડા-કુમાર સંગકારાને ડેટ કરી રહી છે. આ રીતે વાયરલ તસવીર પર સોશિયલ મીડિયામાં યૂઝર્સે પ્રતિભાવો આપ્યા છે.   





Read More