Riyan Parag : IPL 2025ની પ્રથમ ત્રણ મેચો માટે રાજસ્થાન રોયલ્સની કમાન રિયાન પરાગના હાથમાં છે. ત્યારે રવિવારે CSKને હરાવીને ટીમે આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે. જો કે, આ જીત બાદ BCCI દ્વારા રિયાન પરાગને એક સજા આપવામાં આવી છે.
રાજસ્થાન રોયલ્સ ટીમે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને 2025 સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. રિયાન પરાગની કેપ્ટન્સીમાં ટીમે પ્રથમ વખત જીત મેળવી હતી. આ જીત બાદ રિયાન પરાગને મોટું નુકસાન થયું છે.
રિયાન પરાગ IPLની પ્રથમ ત્રણ મેચોમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો કારણ કે નિયમિત કેપ્ટન સંજુ સેમસનને આંગળીની સર્જરી પછી BCCI દ્વારા વિકેટકીપિંગ કરવાની મનાઈ કરવામાં આવી હતી. તેથી તે આ મેચોમાં માત્ર બેટ્સમેન તરીકે રમ્યો હતો.
મુંબઈમાં ઈંગ્લેન્ડ સામેની ટી20 મેચ દરમિયાન સેમસંગની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જે બાદ તેને નાની સર્જરી કરાવવી પડી હતી. તેને બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
કેપ્ટન તરીકે પ્રથમ જીત બાદ રિયાન પરાગને IPL દ્વારા સજા આપવામાં આવી છે. રિયાન પરાગની ટીમ રાજસ્થાન રોયલ્સે પોતાની ઓવરો સમયસર પૂરી કરી ન હતી. આ કારણે હવે તેને IPL દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
IPLએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આઇપીએલ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ આ તેની ટીમનો સીઝનનો પ્રથમ ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટના અપરાધો સાથે સંબંધિત છે, તેથી પરાગને રૂપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.