બેંગ્લુરુમાં આઈપીએલના નવા ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(આરસીબી)ના સેલિબ્રેશનમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ જેણે ઉજવણી ફીક્કી કરી નાખી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર બુધવારે ભાગદોડ મચી ગઈ. જેમાં 11 લોકોના જીવ ગયા. અને અનેક ફેન્સ ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ બની ગયો. કર્ણાટક સરકાર, પીએમ મોદી, આરસીબી ફ્રેન્ચાઈઝી અને ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ આ ઘટના પર ભારે દુ:ખ વ્યક્ત કર્યું. આ ઘટનાની તસવીરો જોઈને તમારું કાળજું કપાઈ જશે...
આઈપીએલની સૌથી વધુ ફોલો થતી ફ્રેન્ચાઈઝીમાં એક આરસીબીએ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલના ખિતાબ માટે પોતાનો 18 વર્ષનો ઈન્તેજાર ખતમ કર્યો હતો.
બેંગ્લુરુમાં પોતાના સિતારાઓને જોવા માટે લાખોની સંખ્યામાં ફેન્સ પહોંચી ગયા હતા. પોલીસ પણ આ ભાગદોડને કાબૂમાં કરી શકી નહીં અને ભાગદોડની સ્થિતિ ગંભીર થઈ ગઈ.
આરસીબીના ચેમ્પિયન બન્યા બાદ બેંગ્લુરુમાં એક મોટી ઉજવણીની યોજના બનાવી હતી. ખેલાડીઓ બુધવારે બપોરના એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી ટીમ હોટલ ગઈ ત્યારબાદ ખેલાડીઓને વિધાનસસૌદા (વિધાનસભા) લઈ જવાયા. પછી બધા ચેન્નાસ્વામી સ્ટેડિયમ ગયા.
આરસીબીના ખેલાડીઓને જોવા માટે ફેન્સ ઝાડ પર ચડી ગયા. તેઓ કોઈ પણ ભોગે પોતાના મનગમતા ખેલાડીઓને જોવા માંગતા હતા. આ માટે તેમણે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો.
ખેલાડીઓના વિધાનસૌદાથી સ્ટેડિયમ જતા પહેલા ત્યાં ભાગદોડ મચી ગઈ. સ્ટેડિયમ બહાર લગભગ બે લાખ જેટલા લોકો પહોંચી ગયા. જેને પોલીસ પણ કાબૂમાં કરી શકી નહીં. જેના કારણે અફરાતફરી મચી ગઈ અને 45થી વધુ લોકો ઘાયલ થયા.
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘૂસવા માટે ફેન્સ તમામ હદ પાર કરવા માટે તૈયાર હતા. અનેક પ્રશસંકો તો સ્ટેડિયમના ગેટને પાર કરવા માટે તેની ઉપર પણ ચડી ગયા.
ઘટના બાદ કર્ણાટક સરકારના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને 11 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે 35 લોકો ઘાયલ થયા છે. સરકારે મૃતકો માટે 10 લાખ રૂપિયા વળતર જાહેર કર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે બેંગ્લુરુમાં ઘટેલી ઘટના ખુબ જ દુખદ છે. આ દુખની ઘડીમાં મારી સંવેદનાઓ તે તમામ લોકોની સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય.
વિરાટ કોહલીએ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી અને ઈન્સ્ટાગ્રામ પર બુધવારે રાતે લગભગ 10.45 વાગે આરસીબીના એક નિવેદનને રિપોસ્ટ કરતા લખ્યું કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી. હું સંપૂર્ણ રીતે દુખી છું.
આરસીબી તરફથી અધિકૃત નિવેદનમાં કહેવાયું કે અમે મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી સામે આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી ખુબ દુખી છીએ. બધાની સુરક્ષા અને સ્વાસ્થ્ય અમારા માટે સૌથી મહત્વના છે.
આરસીબી તરફથી અધિકૃત નિવેદનમાં કહેવાયું કે અમે મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી સામે આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી ખુબ દુખી છીએ. બધાની સુરક્ષા અને સ્વાસ્થ્ય અમારા માટે સૌથી મહત્વના છે.
ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ઘટેલી દુખદ ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો. સચિને એક્સ પર લખ્યું કે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે થયું, તે દુખદ કરતા પણ વધુ છે. મારી સંવેદનાઓ દરેક પ્રભાવિત પરિવારની સાથે છે. તમામ માટે શાંતિ અને શક્તિની કામના કરું છું.
ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ઘટેલી દુખદ ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો. સચિને એક્સ પર લખ્યું કે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે થયું, તે દુખદ કરતા પણ વધુ છે. મારી સંવેદનાઓ દરેક પ્રભાવિત પરિવારની સાથે છે. તમામ માટે શાંતિ અને શક્તિની કામના કરું છું.
ભારતના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ પણ ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોના જલદી સાજા થવાની કામના કરી અને એક્સ પર લખ્યું કે આ ક્રિકેટ માટે દુખદ દિવસ છે. મારી સંવેદનાઓ તે પરિવારોની સાથે છે, જેમણે આજે આરસીબીની જીતનો જશ્ન મનાવતા પોતાનો જીવ ગુમાવ્યો. ઘાયલોના જલદી સાજા થવાની પ્રાર્થના કરું છું. દુખદ.
બેંગ્લુરુમાં આરસીબીની જીતની ઉજવણી દરમિયાન મચેલી ભાગદોડ પર બીસીસીઆઈ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે, આવું કોઈ પણ રાજ્યમાં થઈ શકે છે અને તેના માટે સત્તાધારી પાર્ટીને દોષ દેવો જોઈએ નહીં. તેનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં. જો આવું ભાજપ શાસિત રાજ્યમાં થાય તો તેમને પણ દોષ દેવો જોઈએ નહીં. ભીડ ખુબ હતી, મે ફ્રેન્ચાઈઝી સાથે વાત કરી છે, તેમણે પણ નહતું વિચાર્યું કે આટલી ભીડ વધી જશે અને આ ઘટના અચાનક ઘટી. મૃતકોના પરિવારોને વધુમાં વધુ મદદ આપવાની કોશિશ થઈ રહી છે.