PHOTOS

IPL સેરમનીમાં ગ્લેમરનો તડકો લગાવશે સારા અલી ખાન...ચર્ચામાં આવ્યો રિયાન પરાગ, જાણો કેમ ?

IPL ceremony : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ વખતે મેગા સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ વખતે ટૂર્નામેન્ટના 18 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે દરેક સ્થળે કરવામાં આવી રહી છે. ત્યારે ગુવાહાટીમાં પણ મેચ પહેલા IPL સેરેમની યોજાશે. જેમાં સારા અલી ખાન  પરફોર્મ કરશે. સારાના પરફોર્મન્સની સમાચાર આવતા જ રિયાન પરાગ ટ્રોલ થવા લાગ્યો છે. 

Advertisement
1/6

30 એપ્રિલે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા પ્રી-મેચ સેરેમની યોજાશે. 

2/6

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આ પ્રી-મેચ સેરેમનીમાં પરફોર્મ કરશે. સારાના પરફોર્મન્સના સમાચાર સામે આવ્યા બાદ રાજસ્થાન રોયલ્સનો કાર્યકારી કેપ્ટન રિયાન પરાગ ટ્રોલ થયો હતો.

Banner Image
3/6

રિયાન પરાગ આસામનો છે એટલે કે ગુવાહાટી તેનું હોમ ગ્રાઉન્ડ છે. રિયાન પરાગ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કેપ્ટનશીપ કરશે. રિયાન પરાગ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને સારા અલી ખાનને લઈને તેની શોકિંગ યુટ્યુબ સર્ચ હિસ્ટ્રીને કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.

4/6

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે મહત્વની ભૂમિકા ભજવનાર પરાગે ટૂર્નામેન્ટ પછી તેની ગેમિંગ લાઈવ સ્ટ્રીમ ફરી શરૂ કરી. લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેની YouTube સર્ચ હિસ્ટ્રી અચાનક સામે આવી હતી. જે બાદ તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

5/6

એક YouTube સ્ટ્રીમ દરમિયાન તે તેની સ્ક્રીન હાઈડ કરવાનું ભૂલી ગયો હતો, જેના કારણે અચાનક તેની સર્ચ હિસ્ટ્રી સામે આવી ગઈ. જેમાં અનન્યા પાંડે અને સારા અલી ખાનને લઈને વાંધાજનક વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી.

6/6

હવે ગુવાહાટીમાં સારા અલી ખાનના પરફોર્મન્સ પહેલા રિયાન ફરીવાર યુઝર્સના નિશાના પર આવી ગયો છે. યુઝર્સ રિયાન વિશે વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.  





Read More