PHOTOS

કોણ છે અનિકેત વર્મા ? સનરાઇઝર્સનો ટોપ ઓર્ડર રહ્યો ફેલ, ત્યાં ઝાંસીના છોકરાએ ફટકારી ફિફ્ટી

IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદનો ટોપ ઓર્ડર ફરી એકવાર ફેલ રહ્યો હતો. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઇશાન કિશન દિલ્હી કેપિટલ્સ સામે કંઈ ખાસ કરી શક્યા નહોતા. અનિકેત શર્માએ બંને મેચમાં તોફાની બેટિંગ કરી હતી.

Advertisement
1/5

IPL 2025 : જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન પેટ કમિન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે બેટિંગ કરવાનું પસંદ કર્યું, ત્યારે એવું લાગતું હતું કે વિશાખાપટ્ટનમમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થશે. જો કે, આવું બન્યું નહોતું. 

2/5

સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા, ઈશાન કિશન, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા પણ દિલ્હી કેપિટલ્સ સામે નિષ્ફળ રહ્યા હતા. ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ અનિકેત વર્માએ બંને મેચમાં કમાન સંભાળી હતી અને અડધી સદી ફટકારી હતી.

Banner Image
3/5

અનિકેત વર્માએ લખનૌ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને દિલ્હી સામે પણ આવું જ કર્યું હતું. લખનૌ સામેની 12મી ઓવરમાં 110 રનમાં 4 વિકેટ પડ્યા બાદ અનિકેત વર્મા ક્રીઝ પર આવ્યો હતો. તેણે લખનૌ સામે 13 બોલમાં 5 સિક્સરની મદદથી 36 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 256 હતો. 

4/5

અનિકેતે દિલ્હી સામે 41 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે હૈદરાબાદે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. 

5/5

અનિકેતની ઇનિંગ્સના આધારે સનરાઇઝર્સ ટીમે 150નો સ્કોર પાર કર્યો હતો. તેણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને હંફાવ્યો હતો. તો કુલદીપ યાદવની ઓવરમાં પણ સિક્સર ફટકારી હતી. અક્ષરે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા.





Read More