IPO Next Week : શેર બજારમાં આવતા સપ્તાહે પણ આઈપીઓની હલચલ જોવા મળશે. પરંતુ નવા સપ્તાહમાં માત્ર એસએમઈ આઈપીઓ આવી રહ્યાં છે. કોઈ મેનબોર્ડ આઈપીઓ ઓપન થઈ રહ્યો નથી.
IPO Next Week : આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 3 નવા આઈપીઓ લોન્ચ થવાના છે. આ આઈપીઓ ગ્રીનહાઈટેક વેન્ચર્સ બીએસઈ એસએમઈ આઈપીઓ, તીર્થ ગોપીકોન એનએસઈ એસએમઈ આઈપીઓ અને ડીસીજી કેબલ્સ એન્ડ એનએસઈ એસએમઈ આઈપીઓ છે. આ સિવાય અન્ય કોઈ આઈપીઓ નથી જેમાં આગામી સપ્તાહે બોલી લગાવી શકાય છે. સાથે આગામી સપ્તાહે છ કંપની શેર બજારમાં પર્દાપણ કરવાની છે.
ગ્રીનહાઈટેક વેન્ચર્સનો 6.30 કરોડનો આઈપીઓ 12 માર્ચે ખુલશે. આ આઈપીઓનને 16 માર્ચ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓના શેરનું લિસ્ટિંગ 22 એપ્રિલે થશે.
તીર્થ ગોપીકોનનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 8 એપ્રિલે ખુલશે અને 10 એપ્રિલે બંધ થશે. તે 44.40 કરોડનો આઈપીઓ છે. આઈપીઓના શેરનું લિસ્ટિંગ 16 એપ્રિલે થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર શનિવારે 111 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 18 રૂપિયાના જીએમપી પર ટ્રેડ કરી રહ્યાં હતા.
ડીસીજી કેબલ્સનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 8 એપ્રિલે ખુલશે અને 10 એપ્રિલે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 16 એપ્રિલે થશે. આ 49.99 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 100 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝનડા મુકાબલે 18 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે શેરનું લિસ્ટિંગ 18 ટકાના પ્રીમિયમ સાથે 118 રૂપિયા પર થઈ શકે છે.