PHOTOS

IPO This Week: શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે લોન્ચ થશે 6 નવા આઈપીઓ, જાણો વિગત

IPO Calendar: શેર બજારમાં આઈપીઓની ધૂમ જોવા મળી રહી છે. કેટલીક કંપની ઈન્વેસ્ટરોને મોટો ફાયદો કરાવી રહી છે. આગામી સપ્તાહે પણ આઈપીઓ માર્કેટ ચર્ચામાં રહેવાનું છે. નવા સપ્તાહમાં કુલ છ આઈપીઓ ઓપન થશે. 
 

Advertisement
1/5
આગામી સપ્તાહે લોન્ચ થશે આ આઈપીઓ
આગામી સપ્તાહે લોન્ચ થશે આ આઈપીઓ

શેર બજારમાં આઈપીઓની ધૂમ મચી છે. આ સપ્તાહે એક બાદ એક આઈપીઓ આવ્યા બાદ આગામી સપ્તાહે પણ આઈપીઓ બજારમાં રોનક યથાવત રહેવાની છે. સોમવાર 11 માર્ચથી શરૂ થઈ રહેલા સપ્તાહ દરમિયાન ઘરેલૂ શેર બજારમાં ટોટલ 6 કંપનીઓ પોત-પોતાના આઈપીઓ લઈને આવી રહી છે.

2/5
આ સપ્તાહે આવ્યા 7 નવા આઈપીઓ
 આ સપ્તાહે આવ્યા 7 નવા આઈપીઓ

રજાઓથી પ્રભાવિત રહેલા ચાલૂ સપ્તાહ દરમિયાન પણ શેર બજારમાં 7 નવા આઈપીઓ જોવા મળ્યા છે. આ સપ્તાહે શુક્રવારે મહાશિવરાત્રિને કારણે શેર બજારમાં રજા રહી, જેના કારણે બજારમાં માત્ર 4 દિવસનો કારોબાર થયો હતો. આગામી સપ્તાહે કોઈ રજા નથી. આ સપ્તાહે આવેલા આઈપીઓ દ્વારા કંપનીઓ બજારથી 3000 કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યાં છે.

Banner Image
3/5
પોપુલર વ્હીકલ્સનો આઈપીઓ
 પોપુલર વ્હીકલ્સનો આઈપીઓ

નવા સપ્તાહ દરમિયાન ખુલી રહેલા આઈપીઓમાં બે મેનબોર્ડના છે, જ્યારે 4 ઈશ્યૂ એસએમઈ સેગમેન્ટમાં આવી રહ્યાં છે. મેનબોર્ડ પર પોપુલર વ્હીકલ્સ અને ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડનો આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે. પોપુલર વ્હીકલના આઈપીઓની સાઇઝ 602 કરોડ રૂપિયા છે. તે માટે કંપનીએ 280થી 295 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ સેટ કરી છે. કંપનીનો આઈપીઓ 12 માર્ચે ખુલશે અને 14 માર્ચે બંધ થશે. 

4/5
ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડનો આઈપીઓ
 ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડનો આઈપીઓ

આગામી સપ્તાહે ખુલી રહેલો બીજો મેનબોર્ડ આઈપીઓ છે ક્રિસ્ટલ ઈન્ટીગ્રેટેડનો. હેલ્થકેરથી લઈને એજ્યુકેશન, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એરપોર્ટ, રેલવે, મેટ્રો અને રિટેલ સેક્ટર સુધી ઈન્ટીગ્રેટેડ ફેસિલિટીઝનું મેનેજમેન્ટ કરનારી કંપની 175 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. આ આઈપીઓ 14 માર્ચે ઓપન થશે અને 18 માર્ચ સુધી બોલી લગાવી શકાશે.   

5/5
એસએમઈ સેગમેન્ટના આઈપીઓ
 એસએમઈ સેગમેન્ટના આઈપીઓ

એસએમઈ સેગમેન્ટમાં પ્રથમ ઈપીસી, સિગ્નોરિયા ક્રિએશન, રોયલ સેન્સ અને એવીપી ઈન્ફ્રાકોન મળી 107 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. પ્રથમ ઈપીસીના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 71-75 રૂપિયા છે. આ આઈપીઓ 11 માર્ચે ખુલશે અને 13 માર્ચે બંધ થશે. રોયલ સેન્સ અને સિગ્નોરિયા ક્રિએશનનો આઈપીઓ 12 માર્ચે ખુલશે અને 14 માર્ચે બંધ થશે. એવીપી ઈન્ફ્રાકોનનો આઈપીઓ 13 માર્ચે ઓપન થશે અને 15 માર્ચે બંધ થશે. 

 





Read More