PHOTOS

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, પરમાણુ ઠેકાણા પર બોમ્બમારો; યુદ્ધમાં હવે શું થશે?

n Israel War: ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં આખરે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનના ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાનમાં આવેલ પર...

Advertisement
1/8

આ ત્રણેય ઈરાનના પરમાણુ હથિયારો તૈયાર કરતાં સ્થળો છે. જેને અમેરિકાએ ટાર્ગેટ કર્યા. આ ત્રણેય ન્યૂક્લિયર સેન્ટર પર અમેરિકન એરફોર્સે B-2 બોમ્બરની મદદથી બંકર બસ્ટર બોમ્બ વરસાવ્યા હતા. જેના કારણે અહીંયા ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

2/8

અત્યાર સુધી અમેરિકા આ યુદ્ધમાં સીધી રીતે જોડાયું નહોતું. પરંતુ ઈરાનના 3 પરમાણુ ઠેકાણા પર હુમલો કરીને તેની સીધી રીતે યુદ્ધમાં એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાની સેનાએ ઈરાનના ત્રણ મહત્વપૂર્ણ પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર જબરદસ્ત હુમલો કર્યો.  ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની વચ્ચે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આખરે અમેરિકા ક્યારે આ લડાઈમાં ઉતરશે? કેમ કે ઈરાનના પરમાણુ ઠેકાણાને ધ્વસ્ત કરવામાં ઈઝરાયલ નિષ્ફળ રહ્યું હતું. એવામાં વારંવાર B-2 બોમ્બર્સ વિમાન માટે ઈઝરાયલ અમેરિકા પાસે અપીલ કરી રહ્યું હતું.  

Banner Image
3/8

અમેરિકાથી ઈરાન વચ્ચેનું અંતર 12,000 કિલોમીટર જેટલું છે. હુમલાની તૈયારી એકદમ સટીક હતી. જેમાં ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્ર ટાર્ગેટ પર હતા. આ હુમલાને અંજામ આપવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યું હતું. જેના પછી શુક્રવારની રાત્રે વ્હાઈટમેન એરફોર્સ બેઝથી બી-2 બોમ્બર્સ રવાના થયા હતા. જેના પછી ઈરાનથી 9000 કિમી દૂર ગુઆમના એન્ડરસન એરફોર્સ બેઝ ખાતે રિફ્યૂલિંગ કર્યુ. ત્યાંથી B-2 બોમ્બર્સે ઉડાન ભરી અને ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર હુમલો કર્યો. ત્યારબાદ B-2 બોમ્બર્સ વિમાન એન્ડરસન એરફોર્સ બેઝ ખાતે પાછા ફર્યા.

4/8

જ્યારે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ આખા ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા અને તેમણે જ સૌથી પહેલાં ટ્વીટ કરીને ઈરાનમાં હુમલો કર્યો હોવાની જાણકારી આપી. 

5/8

ઈરાનના જે પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા તેમાં સૌથી વધારે મહત્વનું ફોર્ડો છે. ઈરાને કોમ શહેર નજીક અભેધ પરમાણુ સાઈટ બનાવેલી છે. તેને ઈરાનનો બીજો સૌથી મોટો પ્લાન્ટ માનવામાં આવે છે. પહાડોના એક સમૂહમાં પાંચ ટનલ બનાવવામાં આવેલી છે. તેના સપોર્ટ માટે એક મોટું સ્ટ્રક્ચર અને લોખંડી સુરક્ષા છે. અહીંયા પહાડોની નીચે 80થી 90 મીટરની નીચે પ્લાન્ટ છે. તેની ભૌગોલિક સ્થિતિ તેને કુદરતી અને કૃત્રિમ સુરક્ષા આપે છે. કેમ કે હવાઈ હુમલા અને પારંપરિક બોમ્બથી તે અભેધ છે.

6/8

આ જગ્યાને તોડવા માટે અમેરિકાએ બી-2 બોમ્બરથી બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો. જેણે 60 મીટર સુધી નીચે જઈને મોટી તબાહી મચાવી. અમેરિકા પોતાના ઓપરેશનને સફળ ગણાવી રહ્યું છે. સાથે જ ઈરાન જો કોઈ હુમલો કરશે તો તેને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી રહ્યું છે.

7/8

ટ્રાન્સ- ઈરાને હવે મિડલ-ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવી જોઈએ. ઈરાન ભવિષ્યમાં કોઈ હુમલો ના કરતો અમને શાંતિ જાળવવામાં સરળતા રહેશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઈરાન બોલી રહ્યું છે કે અમે અમેરિકા અને ઈઝરાયલને ખતમ કરી દઈશું. તે અમારા લોકોને મારી રહ્યું છે. અમે હજારો લોકોના જીવ ગુમાવ્યા. જનરલ કાસિમ સુલેમાનીની નફરતના કારણે મિડલ-ઈસ્ટ અને આખી દુનિયામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. મેં પહેલાં જ નક્કી કરી લીધું હતું કે હવે આવું ફરીવાર થવા દઈશું નહીં. 

8/8

અમેરિકાએ ઈરાન પર હુમલાનો પ્લાન પહેલાંથી જ બનાવી લીધો હતો. જ્યારે G-7ની બેઠકમાંથી અચાનક ટ્રમ્પ પાછા અમેરિકા જવા રવાના થયા હતા. ત્યારે જ માનવામાં આવતું હતું કે ઈરાન પર હુમલાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ તેની વચ્ચે ટ્ર્મ્પે ઈરાનને 2 અઠવાડિયાનો સમય આપ્યો હતો. જો કે, તે પહેલાં જ અમેરિકાએ ઈરાન પર હુમલો કરીને તબાહી મચાવી દીધી. ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે... ત્યારે એ જોવાનું રહેશે કે શું દુનિયાના બીજા દેશોમાં તેમાં ઝંપલાવશે? કે પછી યુદ્ધ મધ્ય પૂર્વ પૂરતું જ સીમિત રહેશે?





Read More