PHOTOS

ચંદ્રયાન-2: ISRO એ રિલીઝ કરી બેંગલુરુ સેન્ટર ખાતેથી પ્રથમ તસવીરો

ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈ, 2019 દરમિયાન લોન્ચ કરવાની ઈસરો તૈયારી કરી રહ્યું છે અને તે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે 
 

Advertisement
1/5
9થી16 જુલાઈ, 2019 દરમિયાન લોન્ચ કરાશે ચંદ્રયાન-2
9થી16 જુલાઈ, 2019 દરમિયાન લોન્ચ કરાશે ચંદ્રયાન-2

ઈસરો 9થી 16 જુલાઈ, 2019 દરમિયાન ચંદ્રયાન મિશનને લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે. આ ચંદ્રયાન લોન્ચ થયા પછી 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે. ચંદ્રયાનના ત્રણ મોડ્યુલ બનાવાયા છે, જેને અનુક્રમે ઓર્બીટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રગ્યાન) નામ આપવામાં આવ્યા છે. ઓર્બીટર અને લેન્ડર મોડ્યુલ મિકેનિકલી ધોરણે એક-બીજા સાથે જોડાયેલા રહેશે અને તેમને GSLV MK-III લોન્ચ વ્હીકલના અંદરના ભાગમાં ફીટ કરવામાં આવશે. રોવરને ચંદ્રયાન-2ને ચંદ્રની ધરતી પર ઉતારના લેન્ડરમાં મુકવામાં આવશે. 

2/5
GSLV MK-III દ્વારા પહોંચાડાશે ચંદ્ર સુધી
GSLV MK-III દ્વારા પહોંચાડાશે ચંદ્ર સુધી

GSLV MK-III દ્વારા ચંદ્રયાનને પૃથ્વીની ભ્રમણકક્ષાથી બહાર પહોંચાડી દેવાયા પછી ઓર્બીટર પ્રોપલ્ઝન મોડ્યુલની મદદથી ચંદ્રયાન-2 ચંદ્ર સુધી પહોંચશે. એ જ રીતે લેન્ડર છે તે ઓર્બીટરમાંથી વિખુટું પડીને ચંદ્રના દક્ષિણ ધ્રૂવ ખાતે ઉતરાણ કરશે. વૈજ્ઞાનિક પરીક્ષણો કરવા માટે લેન્ડર અને ઓર્બીટરમાં વિવિધ ઉપકરણો ફીટ કરવામાં આવ્યા છે.   

Banner Image
3/5
11 ઉપગ્રહ કરાશે લોન્ચ
11 ઉપગ્રહ કરાશે લોન્ચ

ચંદ્રયાન-2માં ચંદ્રની ધરતી પર રહેલી માટી, પાણીની સંભાવનાઓ અને ધરતીમાં રહેલા ખનીજ તત્વો વિશે સંશોધન કરવામાં આવશે. ચંદ્રયાન-2ને લઈ જનારા અંતરિક્ષયાનમાં 11 પેલોડ સામેલ કરવામાં આવશે, જમાં 6 ભારતના, 3 યુરોપના અને 2 અમેરિકાના હશે. GSLV MK-III જે ચંદ્રયાન-2ને લઈ જવાનું છે તેનું કુલ વજન 3.8 ટન છે. 

4/5
ચંદ્રયાન-1ના 10 વર્ષ પછી બીજું મિશન
ચંદ્રયાન-1ના 10 વર્ષ પછી બીજું મિશન

ચંદ્રયાન-2 ઈસરો દ્વારા 2009માં લોન્ચ કરાયેલા ચંદ્રયાન-1ના 10 વર્ષ પછી લોન્ચ થવાનું છે. આ અંગે માહિતી આપતા ઈસરાનો પૂર્વ ચેરમેન માધવન નાયરે ANIને જણાવ્યું કે, "ચંદ્રયાન-2 ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના વર્તમાન કાર્યક્રમના ભાગરૂપે લોન્ચ કરાઈ રહ્યું છે. આ અગાઉ, 2008માં ભારત સફળતાપૂર્વક ચંદ્રમાં ઉપગ્રહ મોકલી ચૂક્યો છે. એ ઉપગ્રહે ચંદ્રની સપાટીની ઘણી બધી માહિતી એક્ઠી કરી હતી. આ સાથે જ આપણને ભારતીય ધ્વજ ચંદ્રની ધરતી પર લહેરાવાની તક પણ મળશે."  

5/5
રોવરને લેન્ડ કરવું પડકારજનક
રોવરને લેન્ડ કરવું પડકારજનક

ચંદ્રયાન મિશન વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, "આ મિશનમાં અમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અમે જ્યારે તેની સંપૂર્ણ સિસ્ટમ તૈયાર કરી લીધી ત્યારે રાહતનો શ્વાસ લીધો હતો અને હવે અમે આ મિશન લોન્ચ કરવા માટે તૈયાર છીએ. આ અભિયાનમાં સૌથી મહત્વની બાબત રોવરને લઈ જવાનું અને તેને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતારવાનું છે. જે ચંદ્રની ધરતી પર 300-500 મીટરના વિસ્તારમાં ફરશે અને તેની સપાટીના વિવિધ નમૂના એક્ઠા કરશે."  





Read More