Jackfruit Seeds : જેકફ્રૂટ એટલે કે ફણસનું શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ ગુણકારી પણ હોય છે. ફણસનું શાક બનાવી તેના બીજ તમે પણ ફેંકી દેતા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે તેના બીજ તમને રોગમુક્ત અને સ્વસ્થ કરી શકે છે. ફણસના બીજમાં વિટામિન એ, પ્રોટીન, ફાયબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ તત્વો શરીરને ફિટ રાખવા માટે જરૂરી હોય છે. તેવામાં જો તમે ફણસના બીજનો ઉપયોગ કરો છો તો તમને આ 5 ફાયદાઓ થશે.
ફણસના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના બીજમાં એવા ઘણા પોષક તત્વો હોય છે. જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે તેના બીજને સુકવી તેનો પાવડર કરી તેને પાણી સાથે લઈ શકાય છે.
ફણસના બીજમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. તેનું સેવન કરવાથી હાર્ટ વધુ સારી રીતે કામ કરી શકે છે. ફણસના બીજ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
ફણસના બીજમાં જરૂરી વિટામીન અને કાર્બોહાઇડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય છે. તેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને શરીર ફિટ રહે છે.
ફણસના બીજ પાચનતંત્રને યોગ્ય રીતે કામ કરતું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. જે લોકોને કબજિયાત હોય તેમણે તેનું નિયમિત સેવન કરવું જોઈએ.
જે લોકોને એનિમિયા હોય તેમણે ફણસના બીજ ખાવા જોઈએ. તેમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં લોહી ઝડપથી બને છે અને એનિમિયાથી રાહત મળે છે. ખાસ કરીને મહિલાઓએ ફણસના બીજનું સેવન કરવું જ જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)