આ નજારો છે ગીર સોમનાથ જિલ્લાના જામવાળામાં આવેલ જમજીલ ધીધનો. ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજાની સારી મહેર થતા અત્ર, તત્ર અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ખેડૂતોના જીવમા જીવ આવ્યો છે તો તંત્રને પણ પીવાના પાણીની ચિંતાથી છૂટકારો મળ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા જમજીલ ધોધ સોળે કળાએ ખીલ્યો હોય તેવો અદભુત નજારો તમને જોવા મળશે.
લીલુછમ વાતાવરણ અને પહાડોને ચીરીને તેની વચ્ચેથી નીકળતી વરસાદી પાણીની ધરા છેક ઉચાઇથી નીચે પડતી હોય આવો કુદરતી નજારો માત્ર ગીરમાં જ જોવા મળે છે. વાત કરીએ તો આ જમજીલ ધોધ એક પર્યટન સ્થળ પણ છે. અહી તહેવારોના દિવસોમા લાખોની સંખ્યામા ટુરિસ્ટો આવતા હોય છે પરંતુ સેલ્ફીના શોખમાં યુવાનો અને ઉપરથી પાણીમાં છલાંગો મારતા ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાથી આ જગ્યા પર સેલ્ફી કે નજીક જવા પર પ્રતિબંધ આદેશ જાહેર કરાયા છે.
જુઓ વધુ તસ્વીરો....