PHOTOS

2025માં આ દેશમાં આવવાનું છે મહાપ્રલય! સરકારે આપી ડરામણી ચેતવણી, 3 લાખ લોકોના થઈ શકે છે મોત

Japan Earthquake Warning: જાપાન સરકારે ભૂકંપ અને સુનામીની ખતરનાક ચેતવણી જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર 9ની તીવ્રતાના ભૂકંપથી લાખો લોકોના મોત થઈ શકે છે અને દેશને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.

Advertisement
1/9
જાપાનમાં ફરી ફૂટશે ટેક્ટોનિક ટાઈમ બોમ્બ
જાપાનમાં ફરી ફૂટશે ટેક્ટોનિક ટાઈમ બોમ્બ

જાપાનની સરકારે મહાવિનાશક અને ડરામણી ચેતવણી જાહેર કરી છે. જેનાથી આખા દેશમાં હડકંપ મચી ગયો છે. સરકારે રિપોર્ટ જાહેર કર્યો કે, પ્રશાંત મહાસાગરના કિનારે અત્યંત ખતરનાક ભૂકંપ અને સુનામી આવી શકે છે. જેના કારણે ઓછામાં ઓછા 3 લાખથી વધારે લોકોનાં મોત થઈ શકે છે. ત્યારે આ કુદરતી હોનારતનું અનુમાન કેવી રીતે કરવામાં આવ્યું? શું જાપાનમાં 2011 કરતાં પણ વધારે તારાજીની સ્થિતિ સર્જાશે?

2/9

વર્ષ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દરિયામાં વિનાશકારી સુનામી ઉઠી હતી. તેણે જાપાનમાં હાહાકાર મચાવી દીધો હતો. આ ઘટનાને 14 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી તે ઘટનાને લોકો ભૂલી શક્યા નથી. ત્યારે જાપાનની સરકારે દેશના લોકો માટે ડરામણી ચેતવણી જાહેર કરી છે.  

Banner Image
3/9
જાપાનની સરકારે આપી ડરામણી ચેતવણી
જાપાનની સરકારે આપી ડરામણી ચેતવણી

જાપાન સરકારે સોમવારે એક મહાવિનાશક ચેતવણી જાહેર કરી છે. જેનાથી દેશમાં હડકંપ મચી ગયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ભૂકંપ એટલો વધારે શક્તિશાળી હશે અને તેનાથી એવી સુનામીનો જન્મ થશે. જેને ભાગ્યે જ દુનિયાએ અત્યાર સુધી જોઈ હશે. સુનામીના પ્રચંડ વેગમાં હજારો ઈમારતો જમીનદોસ્ત થઈ શકે છે. આ હોનારતમાં ઓછામાં ઓછા 3 લાખથી વધારે લોકોનાં મોત થઈ શકે છે.

4/9
જાપાનમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ
જાપાનમાં કેમ આવે છે વારંવાર ભૂકંપ

હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, જાપાનમાં કેમ વારંવાર ભૂકંપ આવે છે? તો તેનું કારણ છે ટેક્ટોનિક પ્લેટ. કેમ કે જાપાન જે પ્લેટની ઉપર રહેલું છે તે સતત હલન-ચલન કરતી રહે છે. જેના કારણે ત્યાં ભૂકંપ આવવા સામાન્ય બની ગયા છે. 

5/9

જાપાનને નાનકાઈ ટ્રફ રિજન કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આ ટ્રફ દક્ષિણ-પશ્વિમી પ્રશાંત કિનારાની નજીક 900 કિમી સુધી ફેલાયેલી છે. જ્યાં ફિલિપીન સાગર પ્લેટ યૂરેશિયન પ્લેટની નીચે દબાઈ રહી છે. ટેક્ટોનિક તણાવના કારણે  100થી 150 વર્ષોમાં જાપાનમા મહાભૂકંપ આવી શકે છે.

6/9

2011માં આવેલ ભૂકંપ અને સુનામી આ મહાભૂકંપનું જ પરિણામ હતું. જેણે દેશમાં શું વિનાશ વેર્યો હતો તેને આખી દુનિયા પોતાની નજરોથી નિહાળી ચૂકી છે. જેમાં 20 હજાર જેટલાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.   

7/9

જાપાન હંમેશાથી ભૂકંપ પ્રભાવિત વિસ્તાર રહ્યો છે અને હજારો લોકોના મોત ભૂકંપના કારણે થઈ ચૂક્યા છે. 2011માં સમુદ્રમાં આવેલી સુનામીના કારણે તેની અસર એન્ટાર્કટિકા અને નોર્વે દેશ સુધી અનુભવાઈ હતી. સુનામીમાંથી વહેતો કચરો અનેક વર્ષો સુધી અમેરિકાના કિનારા સુધી પહોંચતો રહ્યો હતો. ત્યારે ફરી દેશમાં 2011 કરતા વધુ શક્તિશાળી સુનામી આવશે તો શું થશે.

8/9
દેશમાં મહાવિનાશકારી સુનામી મચાવશે કહેર
દેશમાં મહાવિનાશકારી સુનામી મચાવશે કહેર

આશંકિત ભૂકંપ-સુનામીના કારણે દેશને 1.81 ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. જાપાનની કરન્સીના હિસાબથી આંકડો 270.3 ટ્રિલિયન યેન બરાબર રહેશે. આ આંકડો જાપાનની જીડીપીનો અડધો-અડધ છે. એટલે ભૂકંપના કારણે જાપાનની અડધી જીડીપીનો હિસ્સો સાફ થઈ શકે છે.

9/9

જાપાન સરકારની આશંકા હકીકતમાં પરિણમશે તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે. સરકારનો રિપોર્ટ સામે આવતાં જ લોકોના ચહેરાનું નૂર ઉતરી ગયું છે. તેમનો દિલોદિમાગ પર ફરી 2011 જેવી સ્થિતિ છવાઈ ગઈ છે. ત્યારે આશા રાખીએ કે આવું કંઈપણ ન થાય. પરંતુ જો થશે તો તેની આખી દુનિયા પર બહુ ખરાબ અસર થશે તે નક્કી છે. 





Read More