PHOTOS

ઉત્તર કોરિયાનો તાનાશાહ કીમ જોંગ પણ જેમની સામે ઘૂંટણીયે ટેકે છે, તે સાધુ ગુજરાતના એક બીચ પર કરી રહ્યાં છે સાધના

કચ્છનો સુંદર માંડવી બીચ હાલ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે આ બીચ એક જાપાનીઝ બૌદ્ધ સાધુને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ બીચ પર એક જાપાનીઝ સાધુ સાધના કરી રહ્યાં છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, આ બૌદ્ધ ભિક્ષુક (Terasawa Junsei) માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી રહ્યા છે. તેમના વાજિંત્ર સાથે મંત્રોચ્ચાર તરફ સૌનું ધ્યાન ગયું છે. પરંતુ ખાસ વાત તો એ છે કે, આ એ સાધુ છે, જેમની સામે ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ (kim jong un) પણ ઘૂંટણિયે પડ્યા હતા. 

Advertisement
1/3

માંડવીના દરિયા કિનારે હાલ 75 વર્ષીય બૌદ્ધ સાધુ જુનસૈઈ તેરાસવા (Terasawa Junsei) છેલ્લા ત્રણ દિવસથી તપ કરી રહ્યાં છે. તેઓ મૂળ જાપાનના હાઈકુ ઈસિકાવાના છે. બૌદ્ધ સાધુ જુનસૈઈ વિશ્વ વિખ્યાત છે. તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે જ દીક્ષા ગ્રહણ કરી હતી. પણ તેમની દીક્ષા ગ્રહણ કરવાનું મૂળ કારણ ગાંધીજી હતી. ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને તેમણે બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી. 

2/3

પોતાના જીવનકાળમાં તેમણે અનેક દેશોમાં ફરીને સંન્યાસી તરીકે સાધના કરી છે. જેમાં ભારત, યુરોપ અને પૂર્વ સોવિયત સંગના દેશો સામેલ છે. તેઓ વિશ્વભરમા ભ્રમણ કરતા રહે છે. હાલ તેઓ ફરી ભારતના પ્રવાસે છે. માંડવીના કાશીનાથ બીચ પર આવનાર લોકોમાં તેમનું આકર્ષણ જાગ્યું છે. તેઓ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે સાધના કરી રહ્યાં છે. 

Banner Image
3/3

દેશવિદેશના વિખ્યાત લોકો આ બૌદ્ધ સાધુ સામે માથુ ટેકવી ચૂક્યા છે, જેમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન પણ સામેલ છે. 





Read More