arat Monsoon 2025: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યારે અરબ સાગર સક્રિય થઈ ગયો છે. અરબ સાગરના કરંટના કારણે 16 જૂ...
ચોમાસું ભલે મોડું આવે, પરંતુ 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર થંડર સ્ટ્રોમ થવાની શક્યતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પહોંચે, તે પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ યથાવત રહેશે.
ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. 19 દિવસ બાદ ચોમાસાને લઈ શુભ સંકેત સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતાં ચોમાસું 72 કલાકમાં ગુજરાતમાં બેસી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 16થી 18 જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે. 16 જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે. 17 જૂને ભારે પવન સાથે વરસાદ આવશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના 104 તાલુકામાં વિધિવત ચોમાસું બેઠું છે. હવામાન વિભાગે 18 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 25 જૂન સુધી દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. મધ્ય ભારતના કેટલાક બાકીના ભાગો ઉપરાંત પૂર્વમાં ચોમાસાનો 18 જૂન સુધીમાં સત્તાવાર પ્રારંભ થઈ શકે છે.
કેરળ-મુંબઈમાં તો ચોમાસું આવી ગયું હતું, પરંતુ ત્યાંથી ચોમાસું આગળ વધતુ જ ન હતું. ચોમાસું મુંબઈ બાદ અટકી ગયું હતું. જેને હવામાનની ભાષામાં મોન્સુન બ્રેકની સ્થિતિ કહેવાય છે. ત્યારે મોન્સુન બ્રેક હટી ગયું છે. કારણ કે, અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતા ચોમાસું ધીરે ધીરે આગળ વધતું ગુજરાત સુધી પહોંચી ગયું છે. જેથી ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ જે વરસાદ પડી રહ્યો છે, તે પ્રિમોન્સુન એક્ટિવિટીનો વરસાદ છે.
વડોદરા, પંચમહાલ અને આણંદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશના બોર્ડર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 તારીખથી બંગાળમાં સિસ્ટમમાં સક્રિય થતા ગુજરાતમા 24 થી 30 ગુજરાતમા વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.