PHOTOS

ખેડૂતનું આક્રંદ સાંભળી હૈયુ કપકપી ઉઠશે, ‘દેવું લઈને ખેતરમાં રોકાણ કર્યું, પણ કુદરતે અમારી સાથે ન્યાય ન કર્યો’

બારોટ/જૂનાગઢ : એક તરફ ઝળહળતો તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે ખેડૂતોના સપનાંને ચૂરેચૂર કરી નાખ્યાં છે. જે ખેડૂતોના...

Advertisement
1/6
કુદરતનો કોપ અને ખેડૂતોની લાચારી
કુદરતનો કોપ અને ખેડૂતોની લાચારી

આબેહૂબ પડેલી કેરીઓ જાણે ખેડૂતોના હૈયાની વ્યથા રજૂ કરતી હોય. દરેક ઝાડની નીચે પડેલી કેરીઓ એક એક કરીને ખેડૂતોના સપનાંનો ભૂક્કો બોલાવી રહી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, વડોદરા, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મૂકી દીધા. એક તરફ ગરમીનો કડાકો તેમના પાકને બાળી રહ્યો હતો

2/6
લાખોનું રોકાણ કરીને કેરી વાવી હતી
લાખોનું રોકાણ કરીને કેરી વાવી હતી

જ્યારે કેરીનો પાક આંબે આવ્યો ત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતી, પણ ખેડૂતોની મહેનત, આશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા, એ વિચાર સાથે કે આ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ, કુદરતનો ક્રૂર ખેલ જુઓ! અચાનક આવેલા કમોસમી વરસાદે, ગાજવીજ અને કરા સાથે, આ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી.   

Banner Image
3/6
ખેડૂતે રડમસ ચહેરે વ્યથા જણાવી
ખેડૂતે રડમસ ચહેરે વ્યથા જણાવી

તો બીજી તરફ આ વરસાદે તેમના હાથમાં આવેલી લણણીને નષ્ટ કરી દીધી. “અમે રાત-દિવસ મહેનત કરી, દેવું લઈને ખેતરોમાં રોકાણ કર્યું, પણ કુદરતે અમારા મોઢે આવેલો કોળિયો છીનવી લીધો. ખેડૂત તેની આંસુઓ ભરેલી આંખે જણાવે છે. તેમના શબ્દોમાં એવી વેદના છે. જે દરેક ખેડૂતના હૈયાની વ્યથાને રજૂ કરે છે.ઇજારેદારોની નબળી પડેલી હિંમતઇજારેદારોની સ્થિતિ તો વધુ કષ્ટદાયી છે. લાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. “અમે વિચાર્યું હતું કે આ વર્ષે કેરીનો સારો ભાવ મળશે, ઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશું, પણ હવે બે હાથ ખાલી છે

4/6
વરસાદે અમારી હિંમત અને આશા પણ લૂંટી લીધી 
વરસાદે અમારી હિંમત અને આશા પણ લૂંટી લીધી 

”એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહે છે. તેમની આંખોમાંથી ઝરતા આંસુઓ જાણે તેમના ભવિષ્યની નિરાશાને પ્રતિબિંબિત કરે છે. આવા અનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે.કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહઆ કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નથી છીનવ્યો, પરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવન, વીજળીના કડાકા, અને કરા સાથેના વરસાદે ખેતરોમાં તારાજી સર્જી છે

5/6
સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા
સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા

આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે. આશા સાથે કે તેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુ, સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. 

6/6
સરકાર અમને મદદ નહિ કરે તો અમે દેવાના બોજમાં દબાઈ જઈશું 
સરકાર અમને મદદ નહિ કરે તો અમે દેવાના બોજમાં દબાઈ જઈશું 

જુનાગઢના ખેડૂતોએ આક્રંદભરી અપીલ “અમે ખેતરોમાં રાત-દિવસ ઝઝૂમ્યા, પરસેવો પાડ્યો, પણ આજે અમારા હાથમાં ફક્ત નિરાશા છે. સરકાર અમને મદદ કરે, નહીં તો અમે આ દેવાના બોજ નીચે દબાઈ જઈશું,” ખેડૂતનો આક્રંદ સાંભળી કોઈનું પણ હૈયું દ્રવી ઉઠે. ખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાં, દરેક ઝાડ નીચે, દરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે - કુદરતે અમારી સાથે ન્યાય ન કર્યો. અને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોડાય ગયા છે.  





Read More