PHOTOS

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટ

June Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિ, યુરેનસ વૃષભ રાશિ, શુક્ર ગ્રહ મિથુન રાશિ, બુધ ગ્રહ મિથુન અને કર્ક રાશિ, સૂર્ય ગ્રહમિથુન રાશિમાં ગોચર કરશે તો શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં જશે. તો મિથુન રાશિમાં કેટલાક સમય માટે સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ પણ બનશે. તેવામાં જૂન મહિનો મિથુન, મકર સહિત 4 રાશિઓ માટે આવક, સ્વાસ્થ્યના મામલામાં ઉતાર ચઢાવની સ્થિતિ બની શકે છે. 

Advertisement
1/5
મિથુન રાશિના જાતકો પર જૂન મહિનામાં રાશિ પરિવર્તનનો પ્રભાવ
 મિથુન રાશિના જાતકો પર જૂન મહિનામાં રાશિ પરિવર્તનનો પ્રભાવ

જૂન મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તનના પ્રભાવથી મિથુન રાશિના જાતકો માટે ઘણા મામલામાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. આ દરમિયાન કામકાજમાં વધુ સંતુષ્ટિ મળી શકશે નહીં અને કમાણીમાં વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને સ્પર્ધામાં ટક્કર મળશે અને વ્યાપારિક કાર્યોમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. તમારી અંદર અસુરક્ષાનો ભાવ વધશે અને વધુ ભાગદોડને કારણે પગમાં દુખાવો થવાની આશંકા છે. લગ્ન જીવનની વાત કરીએ તો અહંકારને કારણે સંબંધમાં આપસી સમજની કમી થઈ શકે છે.

2/5
વૃશ્ચિક રાશિના જાતકો પર ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ
 વૃશ્ચિક રાશિના જાતકો પર ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ

જૂન મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના જાતકોએ બેદરકારીને કારણે ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરના જાતક કાર્યક્ષેત્રમાં અટવાયેલો અનુભવ કરી શકે છે અને અધિકારીઓને કારણે કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. પ્રોફેશનલ લાઇફમાં થોડી બેદરકારીને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો, એટલે ધ્યાન રાખો. કોઈપણ મિત્રને ગુપ્ત વાત જણાવવાતી બચો બાકી માનહાનિની આશંકા રહેશે. પરિવારમાં કોઈ સભ્ય સાથે અણબનાવની આશંકા બની રહી છે, જેનાથી માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

Banner Image
3/5
મકર રાશિના જાતકો પર જૂનમાં ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ
 મકર રાશિના જાતકો પર જૂનમાં ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ

જૂનમાં મોટા ગ્રહોના રાશિ પરિવર્તન કરવાને કારણે મકર રાશિના જાતકોએ ધૈર્યથી કામ લેવું પડશે. રોકાણ કરતા સમયે સાવધાની રાખો  અને પાણી પર નિયંત્રણ રાખો બાકી બંને મામલામાં તમને નુકસાન થઈ શકે છે. નાણા સાથે જોડાયેલા મામલામાં જોખમ ઉઠાવવાથી બચો. નોકરી કરતા જાતકોને સહકર્મીઓને કારણે મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે નોકરીમાં ફેરફારની યોજના બનાવશે. પિતાજી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, જેના કારણે પારિવારિક જીવનમાં ઉથલ-પાથલ રહેશે. 

4/5
મીન રાશિના જાતકો પર જૂનમાં ગ્રહ ગોચરનો પ્રભાવ
  મીન રાશિના જાતકો પર જૂનમાં ગ્રહ ગોચરનો પ્રભાવ

જૂન મહિનામાં ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે મીન રાશિના જાતકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે કાર્યો પ્રત્યે સતર્ક રહેવું પડશે અને સમજી-વિચારીને નિર્ણય લેવા પડશે. તમારે આર્થિક મામલા પર ધ્યાન આપવું પડશે અને ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. બિઝનેસ કરતા લોકોએ યોજનાઓ પર ધ્યાન આપવું પડશે અને સમય પર તેને પુરી કરવા પર ધ્યાન આપવું પડશે. લવ લાઇફમાં કોઈ ગેરસમજણ વધી શકે છે, તેના કારણે સંબંધમાં વિવાદ થઈ શકે છે. તમારે ખાન પાન પર ધ્યાન રાખવું પડશે બાકી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

5/5
ડિસ્ક્લેમર
  ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.  





Read More