PHOTOS

ગુરુ વક્રી થઈને આ 3 રાશિવાળા માટે ખોલશે ખજાનો; 25 દિવસ સુધી બંપર લાભ થશે, રૂપિયા-પૈસા, સોના-ચાંદીના ઢગલા થશે


Guru Vakri in Mithun Rashi: સૌભાગ્યના દાતા ગુરુ આ વર્ષે અનેક ફેરફાર કરી રહ્યા છે. પહેલા ગુરુનું ગોચર  થયું, હવે જલદી ગુરુ અસ્ત થશે અને પછી વક્રી થશે આ સાથે ગુરુ અતિચારી પણ થશે. 

Advertisement
1/6

વૈદિક જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, શિક્ષક,સંતાન, મોટાભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્યો, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય, અને વૃદ્ધિના કારક ગ્રહ માનવામાં આવે છે. આ થી ગુરુની ગણતરી શુભ ગ્રહોમાં થાય છે. વર્ષ 2025ના અંતમાં ગુરુ વક્રી થશે.   

2/6
વક્રી ગુરુ ધન વરસાવશે
વક્રી ગુરુ ધન વરસાવશે

11 નવેમ્બર 2025ના રોજ ગુરુ વક્રી અવસ્થામાં આવશે અને 5 ડિસેમ્બર 2025 સુધી ગુરુ ઉલ્ટી ચાલ ચલશે. લગભગ 25 દિવસ સુધી ગુરુ મિથુન રાશિમાં વક્રી આવસ્થામાં રહેશે અને આ દરમિયાન 3 રાશિના જાતકોને બંપર લાભ કરાવશે. આ જાતકોના ધનમાં વધારો થશે અને કરિયરમાં પ્રગતિ થશે. જાણો આ લકી રાશિઓ વિશે...

Banner Image
3/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ  રાશિવાળા માટે પણ દેવગુરુ બૃહસ્પતિનું વક્રી થવું લાભકારી રહેશે. અપ્રત્યાશિત ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમારું નોલેજ તમને લાભ કરાવશે. રોકાણથી લાભ થઈ શકે છે. સમજી વિચારીને લેવાયેલો જોખમભર્યો નિર્ણય પણ તમને ફાયદો કરાવી શકે છે.   

4/6
કન્યા રાશિ
કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને ગુરુની ઉલ્ટી ચાલ કરિયર અને વેપારમાં ફાયદો કરાવશે. કારોબાર ફેલાશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. જીવનમાં ખુશહાલી આવશે. 

5/6
તુલા રાશિ
તુલા રાશિ

ગુરુ ગ્રહનું વક્રી થવું એ તુલા રાશિના જાતકોને ખુબ લાભ કરાવશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. તમે કોઈ મોટા ધાર્મિક આયોજનનો ભાગ બની શકો છો. લાંબા પ્રવાસે જઈ શકો છો. આવક વધશે. પ્રમોશન મળશે. સમાજમાં માન સન્માન વધશે. 

6/6
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  





Read More