PHOTOS

ગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!

ગુરુ સુખ સમૃદ્ધિ, માન સન્માનનો કારક ગ્રહ ગણાય છે. અત્રે જણાવવાનું કે ગુરુએ મે 2024માં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં ગોચર કર્યું છે અને આ રાશિમાં તે મે 2025 સુધી રહેશે. ગુરુના વૃષભમાં ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થયેલું છે. આવામાં આ શુભ રાજયોગનો વિશેષ લાભ 3 રાશિવાળાને થવા જઈ રહ્યો છે. જાણો આ લકી રાશિઓ વિશે...
 

Advertisement
1/5
કુબેર રાજયોગ
કુબેર રાજયોગ

Guru Gochar Effect 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ ગોચર કરે ત્યારે તમામ 12 રાશિઓને તે અસર કરે છે. દરેક ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે નવ ગ્રહોમાંથી મહત્વના ગ્રહોમાં જેની ગણતરી થાય છે તે ગુરુને એક રાશિમાથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે 13 મહિનાનો સમય લાગે છે. ગુરુ સુખ સમૃદ્ધિ, માન સન્માનનો કારક ગ્રહ ગણાય છે. અત્રે જણાવવાનું કે ગુરુએ મે 2024માં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં ગોચર કર્યું છે અને આ રાશિમાં તે મે 2025 સુધી રહેશે. ગુરુના વૃષભમાં ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થયેલું છે. આવામાં આ શુભ રાજયોગનો વિશેષ લાભ 3 રાશિવાળાને થવા જઈ રહ્યો છે. જાણો આ લકી રાશિઓ વિશે...

2/5
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિ: ગુરુના ગોચર કરવાથી કુબેર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાજયોગના કારણે મેષ રાશિવાળા માટે સમય ખુબ સારો રહેશે. આ રાશિના જાતકોને આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે. નોકરીયાતોને પગારમાં વધારો થઈ શકે છે. પ્રમોશનનો લાભ મળી શકે છે. મે 2025 સુધી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશો. પરિણીત લોકોનું વૈવાહિક જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. કરિયરમાં પ્રગતિ થશે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. વેપારમાં ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

Banner Image
3/5
કર્ક રાશિ
કર્ક રાશિ

કર્ક રાશિ: કુબેર રાજયોગના બનવાથી કર્ક રાશિવાળા માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન આવકમાં બંપર વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે. વિદેશમાં રોકાણ કરવાથી લાભ થશે. કરિયરમાં બદલાવ જોવા મળશે. વ્યવસાયિક જીવનમાં ઉન્નતિ થશે. વેપારમાં હાલ કોઈ મોટી ડીલ થઈ શકે છે. આ રાશિવાળાને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થશે. લાંબા સમયથી જે સમસ્યાઓ હેરાન પરેશાન કરી રહી હશે તેનો અંત આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સપના પૂરા થશે.   

4/5
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિ: ગુરુના ગોચરથી કુબેર યોગ બને છે અને સિંહ રાશિવાળા માટે આ સમય ખુબ અનુકૂળ સાબિત થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. દેશ વિદેશની મુસાફરીની તક મળશે. વેપારીઓને કોઈ મોટી ડીલ થઈ શકે છે. વેપારનો વિસ્તાર કરવામાં મદદ થશે. કાર્યોમાં સફળતા મળશે. જાતકોને કરિયરમાં સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન ધનલાભના પ્રબળ યોગ છે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. પગારમાં પણ વધારો થશે. 

5/5
Disclaimer
Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More