PHOTOS

Kanika Kapoor Mehendi Photos: આજે લંડનમાં NRI બોયફ્રેન્ડ સંગ સાત ફેરા ફરશે જાણીતી સિંગર કનિકા કપૂર, થનાર માણીગરને બધાની સામે કરી લિપ KISS

Kanika Kapoor Mehendi Photos: બોલિવુડ હોય કે બીજી કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝમાં હવે સિતારાઓનું બેકઅપ અને લિંક અપના સમાચાર સામાન્ય છે. ત્યારે જાણીતી સિંગર કનિકા કપૂર એક વાર ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તે લંડનમાં પોતાના એનઆરઆઈ બોયબ્રેન્ડ ગૌતમની સાથે આજે એટલે કે 20 મેના રોજ સાત ફેરા ફરશે. કનિકા અને ગૌતમની મહેંદી સેરેમનીની તસવીરો હાલ સામે આવી છે, જેમાં બન્ને વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

Advertisement
1/6

કનિકા કપૂર અને ગૌતમ મહેંદી સેરેમની દરમિયાન રોમાંટિક મૂડમાં નજરે પડ્યા હતા. સિંગરે પોતાના થનાર ભાથીગરને બધાની વચ્ચે કિસ કરી લીધી હતી, જેની તસવીરો અને વીડિયોઝ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.

2/6

કનિકા કપૂર અને ગૌતમે મહેંદી સેરેમની પર જોરદાર મસ્તી કરી હતી. ગૌતમે રોમાંટિક અંદાજમાં કનિકા કપૂરને ફૂલોનો ગુલદસ્તો આપ્યો હતો.  

Banner Image
3/6

ગૌતમ અને કનિકાની મહેંદી સેરેમની દરમિયાન જોરદાર ડાન્સ કર્યો. જે ફોટોમાં જોઈ શકાય છે કે બન્ને જણાં કેટલા ખુશ છે.  

4/6

મહેંદી સેરેમની માટે કનિકા કપૂરે પેસ્ટલ ગ્રીન આઉટફિટની પસંદગી કરી હતી, જેમાં તે ખુબ જ સારી લાગી રહી છે. જેમણે ફ્લોરસ જૂલરી પહેરી છે, જેનાથી કનિકાનો લુક વધુ નિખરી ગયો છે. જ્યારે ગૌતમ વ્હાઈટ કુર્તો-પઝામામાં હેંડસમ લાગી રહ્યો છે.

5/6

તસવીરોમાં કપલને ડાંસ અને ગેમ રમતા જોઈ શકાય છે. કનિકા કપૂરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહેંદી સેરેમનીની ફોટોઝને શેર કરતા કેપ્શનમાં લખ્યું, G આઈ લવ યૂ સો મચ'  

6/6

તેના સિવાય એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં કનિકા કપૂર અને ગૌતમ "ચિટ્ટિયાં કલાઈયાં" સોંગ પર ડાન્સ કરતા નજરે પડ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ કનિકા કપૂરે એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોકની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બન્નેના સંબંધો વધુ સમય ટકી શક્યા નહોતા.





Read More