The Kapil Sharma Show Character Fees: ટીવી જગતના પ્રખ્યાત શો 'ધ કપિલ શર્મા શો' એકવાર ફરી લોકોને હસાવવા આવી રહ્યો છે. આ શોના ઘણા પ્રોમો સામે આવી ચુક્યા છે અને તે પ્રોમોમાં શોમાં સામેલ થનારા ઘણા કોમેડિયન વિશે જણાવવામાં આવ્યું છે. આ વખતે પાંચથી છ નવા કોમેડિયન શોમાં જોવા મળશે પરંતુ શું તમે જૂના કોમેડિયનની ફી વિશે જાણો છો? તમે પણ જાણો કપિલ શર્માના કલાકારોની કેટલી ફી છે.
ધ કપિલ શર્મા શોમાં કપિલ બાદ અર્ચના પૂરન સિંહ સૌથી વધુ ફી લે છે. વેબસાઇટ બોલીવુડ તડકા અનુસાર અર્ચના પૂરન સિંગ દરેક એપિસોડના 10 લાખ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે આ ફીને લઈને કપિલ શર્મા ઘણીવાર અર્ચનાને ટ્રોલ કરી ચુક્યો છે.
કપિલ શર્માના બાળપણનો મિત્ર ચંદન પ્રભાકર શોમાં ચંદૂ ચાવાળાની ભૂમિકામાં જોવા મળે છે. તે પોતાની જબરદસ્ત કોમિક ટાઇમિંગ માટે જાણીતો છે અને તેની એક એપિસોડની ફી 7 લાખ રૂપિયા છે.
ધ કપિલ શર્મા શોમાં તેની પત્નીનો રોલ કરનાર સુમોના ચક્રવર્તી એક એપિસોડ માટે લગભગ 6-7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. નોંધનીય છે કે શોમાં કપિલ અને સુમોનાની ઓનસ્ક્રીન જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે.
ધ કપિલ શર્મા શોમાં કીકૂ શારદા આ વખતે ગુડિયા લોન્ડ્રીવાલીનું કેરેક્ટર પ્લે કરતો જોવા મળશે. કીકૂ જે રોલમાં નજર આવે છે લોકો તેને ખુબ પસંદ કરે છે. તેની એક એપિસોડની કમાણી લગભગ 5-6 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
અંતમાં વાત કરીએ શોના મુખ્ય એટલે કે કપિલ શર્માની, એટલે સ્પષ્ટ છે કે તેની ફી પણ એટલી વધુ હશે. કપિલ શર્મા પહેલા 30થી 35 લાખ રૂપિયા ફી લેતો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે આ સીઝનમાં પોતાના એક એપિસોડ માટે 50 લાખ રૂપિયા વસૂલ કરશે.