નવી દિલ્લીઃ 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) ટૂંક સમયમાં ફરી ટીવી પર આવી જવાનો છે. ફરી એકવાર કપિલ શર્માની આખી ટીમ લોકોને મનોરંજન કરાવશે. આ શોના કલાકારોએ તમામ લોકોના દિલ જીતી લીધા છે. લોકોના દિલમાં આ કલાકારોએ સ્થાન મેળવી લીધું છે. આ શોના ફેન્સ તમામ કલાકારોની પર્સનલ લાઈફ જાણવામાં પણ રસ લે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું આ સ્ટાર્સ વિશેની અમુક વાતો. આજે અમે જણાવીશું કપિલ શર્માથી લઈને કીકૂ શારદા અને ભારતી સિંહથી લઈને સુમોના ચક્રવર્તીનો અભ્યાસ અને કોની પાસે છે કઈ ડિગ્રી. ધ કપિલ શર્મા શોનું ફેન્સ ફોલોઅર્સ ખૂબ મોટું છે. કોઈ સામાન્ય માણસથી લઈને મોટી મોટી સેલિબ્રિટિસ આ શો પાછળ પાગલ છે. ન માત્ર શો પણ શોના કલાકારોએ લોકોના દિલ જીત્યા છે. ત્યારે આ કલાકારો પાસે છે કઈ ડિગ્રી છે તે જાણીએ.
કોમેડિયન-અભિનેતા કપિલ શર્મા 'ધ કપિલ શર્મા શો'ની નવી સિઝન આવી રહી છે. કપિલે હિન્દૂ કોલેજ અમૃતસરથી BA અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કર્યું છે. તે સિવાય તેમને એપીજે કોલેજ જલંધરથી વાણિજ્યિક કળામાં 'Diploma in Commercial Arts' કર્યું છે.
Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ
કીકૂ શારદા જેમણે ફેબ્રુઆરીમાં ઓફ-એર થયેલા ધ કપિલ શર્મા શોના પાછલા સિઝનમાં ઘણા અલગ અલગ રોલ નિભાવ્યા. તેમને મુંબઈમાં ડોન બોસ્કો હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જ્યારેનરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સથી ગ્રેજ્યુએશ કર્યું. તે બાદ તેમને ચેતન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચથી MBA કર્યું.
ધ કપિલ શર્મા શોના ચંદન પ્રભાકર ઉર્ફ ચંદુએ પંજાબના અમૃતસરમાં સ્કૂલ અભ્યાસ કર્યો. તે બાદ અમૃતસરમાં તેમને હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટનો અભ્યાસ શ્રી રામ આશ્રમ સીનિયર સેકેન્ડર સ્કૂલમાંથી કર્યો. ચંદને હિન્દૂ કોલેજ અમૃતસરથી મિકેનિકલ એન્જિનીયરિંગમાં બી.ટેક કમ્પલેટ કર્યું.
Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...
સુમોના ચક્રવર્તીએ લખનઉમાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલ અને હીરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો. તે બાદ જય હિન્દ કોલેજ મુંબઈથી અર્થશાસ્ત્રમાં BAની ડિગ્રી મેળવી.
ધ કપિલ શર્મા શોના જજ રહી ચૂકેલા અર્ચના પૂરન સિંહે દહેરાદૂનમાં સેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો. તે બાદ તેમને અંગ્રેજી ઓનર્સમાં ડિગ્રી મેળવવા માટે દિલ્લી વિશ્વવિદ્યાલયના લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાં ગયા.
ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
ભારતી સિંહે પોતાનો સ્કૂલ અભ્યાસ અમૃતસરની એક સરકારી સ્કૂલમાં પૂર્ણ કર્યો. તે બાદ બીબીકે ડીએવી કોલેજ ફોર વુમન પંજાબમાં BA પૂરું કર્યું. તેમને આઈ કે ગુજરાલ પંજાબ ટેક્નીકી વિશ્વ વિદ્યાલયમાંથી ઈતિહાસ વિષય સાથે માસ્ટર પૂરું કર્યું.
Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...