PHOTOS

KBCના આ કન્ટેસ્ટેન્ટની સામે બિગ-બીની બોલતી થઇ બંધ, કર્યાં કંઇક આ સવાલ

કોન બનેગા કરોડપતિના ફિનાલે એપિસોડમાં કોમેડી કિંગ કપિલ શર્મા મહેમાન તરીકે જોવા મળ્યા હતો.

Advertisement
1/9
કોન બનેગા કરોડપતિની સીઝન 10 ફિનાલે એપિસોડ
કોન બનેગા કરોડપતિની સીઝન 10 ફિનાલે એપિસોડ

સોની ટીવીનો સૌથી લોકપ્રિય રિયલિટી શો કોન બનેગા કરોડપતિની સીઝન 10 ફિનાલે એપિસોડ પુરો થઇ ગયો હતો. આ સમયે સોની ટીવીએ ફેસબુક એકાઉન્ટ પર આ સીઝનના બેસ્ટ ફની કન્ટેસ્ટેન્ટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કેટલાક કન્ટેસ્ટન્ટને શોના હોસ્ટ અમિતાભ બચ્ચને એવા સવાલો પૂછ્યા કે તેમની બોલતી બંધ કરી દીધી હતી.

2/9
સીઝન 10ની કેટલીક યાદગાર અને રમૂજી યાદો
સીઝન 10ની કેટલીક યાદગાર અને રમૂજી યાદો

શો પર એક ક્યૂટ કન્ટેસ્ટેન્ટ આવી જેમણે અમિતાભને કહ્યું કે તમે મારા સપનામાં રોજ આવો છો. આ વાત સાંભળી બિગ-બી હસી પડ્યા અને તે ચૂપ થઇ ગઇ. જ્યારે બિગ-બીએ કહ્યું કે સપાનામાં તમારા પતિ નથી આવતા તો કન્ટેસ્ટેન્ટ કહ્યું કે લગ્ન પછી કઇ મહિલાના સપનામાં તેમના પતિ આવે છે.

Banner Image
3/9
વર્ષ 2000થી શરૂ થયેલા કેબીસીને 18 વર્ષ થયા
વર્ષ 2000થી શરૂ થયેલા કેબીસીને 18 વર્ષ થયા

ત્યારે પંજાબથી આવેલી એક કન્ટેસ્ટેન્ટે અમિતાભને પુછ્યું કે તમને કયો એક્ટર ખુબ પસંદ છે તો કંટેસ્ટેન્ટનો જવાબ હતો કે મને તમે ઘણા પસંદ છો. આ વાત પર બિગ બી હસ્યા વગર રહી શક્યા ન હતા.

4/9
કોમેડી કિંગ કપિલ શર્મા શોમાં મહેમાન તરીકે જોવા મળ્યો
કોમેડી કિંગ કપિલ શર્મા શોમાં મહેમાન તરીકે જોવા મળ્યો

આ શોમાં આવેલા એક કન્ટેસ્ટેનટનું કહેવું હતું કે મારી સાસરીમાં મારા પતિ અને મને અમિતાભ જયાની જોડી તરીકે બોલાવે છે કેમકે અમારી હાઇટનો ડિફરન્સ તમારા જેટલો જ છે. વધારેમાં કન્ટેસ્ટેન્ટ કહ્યું કે તમારું નામ પણ Aથી શરૂ થાય છે અને મારા પતિનું નામ પણ Aથી શરૂ થાય છે.

5/9
ક્વિઝ શોના છેલ્લા એપિસોડમાં અમિતાભની સાથે કોમેડી કિંગ જોવા મળ્યો
ક્વિઝ શોના છેલ્લા એપિસોડમાં અમિતાભની સાથે કોમેડી કિંગ જોવા મળ્યો

ત્યારે એક કન્ટેસ્ટેન્ટે જ્યારે અમિતાભને સવાલ કર્યો કે તમને જો કોઇ ચેલેન્જ આપે કે તમારે કોઇને જઇ આઇ લવ યૂ કહેવાનું છે તો શું તમે જઇને કહેશો. તેના જબાવમાં કન્ટેસ્ટેન્ટે કહ્યું કે હાં તેમાં શું છે આઇ લવ યૂ કહેવામાં, હું તો તમને પણ પ્રેમ કરું છે. આ વાત પર બિગ બી સ્માઇલ કર્યા વગરના રહી શક્યાં.

6/9
કેબીસી 10ની પ્રથમ કરોડપતિ બનીતા જૈન
કેબીસી 10ની પ્રથમ કરોડપતિ બનીતા જૈન

સૌથી રમૂજી વાત તો આ કન્ટેસ્ટેન્ટે કરી કે હું વિચારુ છું કે હું કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરી લઉં છું, જે સાંભળી અમિતાભ અચરજમાં પડી ગયા હતા.

7/9
કોન બનેગા કરોડપતિના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાઠે
કોન બનેગા કરોડપતિના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાઠે

એક સુંદર બાળક પણ કન્ટેસ્ટેન્ટ બની હોટ સીટ પર બેઠો તેને બિગ બીએ સવાલ કર્યો કે ક્યાં અભ્યાસ છે તો બાળકે ઝડપથી કહ્યું કે સ્કૂલમાં અભ્યાસ કરું છું.

8/9
પોતાની ડ્રિમ જોબ વિશે અમિતાભ બચ્ચને જણાવ્યું
પોતાની ડ્રિમ જોબ વિશે અમિતાભ બચ્ચને જણાવ્યું

એક કન્ટેસ્ટેન્ટે અમિતાભ બચ્ચનની હેન્ડ રાઇટિંગનો મજાક ઉડાવતા કહ્યું કે તમારું લખાણ તો મારા કરતા પણ વધારે ખરાબ છે અને તમે તો ડોક્ટર કરતા પણ એકદમ આગળ વધી ગયા છો.

9/9
કોન બનેગા કરોડપતિના સ્પેશિયલ સેગમેન્ટમાં પહોંચ્યા ખાસ મેહમાન
કોન બનેગા કરોડપતિના સ્પેશિયલ સેગમેન્ટમાં પહોંચ્યા ખાસ મેહમાન

એક કન્ટેસ્ટનટે અમિતાભ બચ્ચનને સવાલ કરતા કહ્યું કે તમે પણ તમારી વાઇફથી ડરો છો. ત્યારે બિગ બીએ જવાબ આપતા કહ્યું કે હાં હું જયાથી ડરુ છું. આ જવાબમાં કન્ટેસ્ટેન્ટ કહ્યું કે પહેલીવાર જોવા મળ્યું કે એન્ગ્રી મેન પણ કોઇનાથી ડરે છે. આ વાતને સાંભળીને અમિતાભ બચ્ચનની બોલતી બંધ થઇ ગઇ હતી. (ફોટો સાભાર: વીડિયો ગ્રેબ)





Read More