Surya ketu yuti: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને કેતુની યુતિ 18 વર્ષ બાદ સિંહ રાશિમાં બનવા જઈ રહી છે. આ યુતિને કારણે કેટલીક રાશિને લાભ મળશે. આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવને આત્મવિશ્વાસ, માન-સન્માન, પ્રતિષ્ઠા, સરકારી નોકરી, પિતા અને વહીવટી સેવાના કારક માનવામાં આવે છે. તો કેતુ ગ્રહને આધ્યાત્મ, વૈરાગ્ય, મોક્ષ, તાંત્રિક વગેરેના કારક માનવામાં આવે છે. તેથી જ્યારે આ બંને ગ્રહોની યુતિ બને છે તો આ સેક્ટરો પર ખાસ અસર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિમાં સૂર્ય-કેતુની યુતિ બનવા જઈ રહી છે. આશરે 18 વર્ષ બાદ આ યુતિ બનશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકો કરિયરમાં પ્રગતિ કરી શકે છે અને ધનલાભનો યોગ બની રહ્યો છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
સૂર્ય અને કેતુનો સંયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ભાગ્ય સ્થાન પર બનશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમે કામ-કારોબારના સંબંધમાં યાત્રા કરી શકો છો. આ દરમિયાન તમારૂ રૂચિ ધર્મ-કર્મના કામમાં વધશે. આ સમયમાં નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર માન-સન્માન અને પ્રગતિની તક મળી શકે છે. પ્રેમ અને લગ્ન જીવનમાં સુખદ અનુભવ થશે.
તમારા લોકો માટે કેતુ અને સૂર્યની યુતિ શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી આઠમાં ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે જે લોકો રિસર્ચના ક્ષેત્રમાં છે તેને લાભ થઈ શકે છે. તો તમારા લગ્ન જીવનમાં ખુશીઓ આવશે અને ભાગીદારીથી કામ કરવામાં લાભ થઈ શકે છે. કાયદાકીય મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ મળશે. સાથે આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. સાથે નોકરીમાં પગાર વધારો થઈ શકે છે.
તમારા લોકો માટે સૂર્ય અને કેતુની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી સુખ સ્થાન પર બનશે. આ દરમિયાન તમારી સુખ-સુવિધામાં વધારો થશે. તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સમયમાં પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને અચાનક ધન, જેમ કે વારસો, વીમા કે જૂના રોકાણથી લાભ મળી શકે છે. લવ લાઇફમાં મજબૂતી આવશે. માતા સાથેનો સંબંધ સારો રહેશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.