PHOTOS

2026 સુધી આ જાતકો પર મહેરબાન રહેશે પાપી ગ્રહ કેતુ, રાજા જેવું સુખ મળશે, ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો

Astrology News in Gujarati: વૈદિક જ્યોતિષ અનુસાર કેતુ ગ્રહે સિંગ રાશિમાં ગોચર કર્યું છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

Advertisement
1/5
કેતુ ગોચર
કેતુ ગોચર

વૈદિક જ્યોતિષ અનુસાર માયાવી અને પાપી ગ્રહ કેતુ લગભગ એક રાશિમાંથી બીજી રાશિમાં 18 મહિના બાદ ગોચર કરે છે. તેવામાં તેને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 18 વર્ષનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે હાલમાં કેતુએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને તે 2026 સુધી આ રાશિમાં રહેશે. તેવામાં કેતુ ગ્રહ કેટલાક જાતકો પર મહેરબાન રહેશે. આ લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે. આો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

2/5
ધન રાશિ
 ધન રાશિ

તમારા માટે કેતુ ગ્રહનું રાશિ પરિવર્તન સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે કેતુ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવમાં સંચરણ કરી રહ્યાં છે. તેથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. અટવાયેલા કાર્યો થશે. સાથે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો સંભવ છે. તો વ્યાવસાય કરનારને કોઈ મોટા પ્રોજેક્ટ કે ગ્રાહકથી લાભ થઈ શકે છે. વિદેશમાં અભ્યાસ કરવાનું જે વિદ્યાર્થીઓનું સપનું છે તે આ દરમિયાન પૂર્ણ થઈ શકે છે.

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

તમારા લોકો માટે કેતુ ગ્રહનું રાશિ પરિવર્તન કરિયર અને કારોબારની દ્રષ્ટિએ શુભ સાબિત થશે. કારણ કે કેતુ દેવ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે કામ-કારોબારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. જે લોકો લાંબા સમયથી નોકરી કરી રહ્યાં છે તેને પ્રમોશન મળી શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. કારોબારીઓને સારો ધનલાભ થઈ શકે છે. આ સમયે તમને પૈતૃક કારોબારમાં લાભ થઈ શકે છે. પિતા સાથે સંબંધ સારા રહેશે.

4/5
કર્ક રાશિ
કર્ક રાશિ

તમારા લોકો માટે કેતુ ગ્રહનું ગોચર શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે કેતુ ગ્રહ તમારી રાશિથી ધનભાવ પર ગોચર કરી રહ્યાં છે અને 2026 સુધી અહીં સંચરણ કરશે. આ સમયે તમને કારોબારમાં આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવારમાં ખુશીઓ આવશે અને નોકરી કે બિઝનેસમાં પ્રગતિનો માર્ગ ખુલશે. પ્રોપર્ટી ખરીદવા કે રોકાણ કરવા માટે આ સારો સમય છે. સાથે આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.

5/5

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





Read More