Ketu Gochar 2025: ક્રૂર અને પાપી ગણતો કેતુ ગ્રહ વક્રી ચાલ ચાલે છે. રાહુ અને કેતુ દર દોઢ વર્ષે રાશિ બદલે છે. આ વર્ષે 18 મે 2025 ના રોજ રાહુ અને કેતુ ગોચર કરશે. કેતુ ગોર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે 3 રાશિના લોકોનું ભાગ્ય બદલી જશે.
કેતુ મે મહિનામાં ગ્રહોના રાજા સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. કેતુનું સિંહ રાશિમાં ગોચર બધી જ 12 રાશિના લોકોના જીવન પર શુભ-અશુભ અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 માંથી 3 રાશિઓ એવી છે જેને કેતુ દોઢ વર્ષમાં કરોડપતિ બનાવી શકે છે. આ લોકોએ કલ્પના પણ કરી નહીં હોય એટલું ધન તેમને મળશે.
વૃષભ રાશિના લોકો માટે મે 2025 સકારાત્મક રહેશે. આ રાશિના લોકોને ધન, સંપત્તિ, નવું વાહન મળી શકે છે. જીવનમાં દરેક સુખ-સુવિધા મળશે. કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. સંબંધો મજબૂત થશે.
તુલા રાશિના લોકોને કેતુનું ગોચર અનુકૂળ લાભ કરાવશે. આ લોકોની આવકમાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. સરકારી યોજનાઓમાં રોકાણ લાભકારી રહેશે. પ્રમોશન મળી શકે છે. અટકેલા કામ પુરા થશે. સમાજમાં માન સન્માન મળશે.
કેતુ ગ્રહ કર્ક રાશિના લોકોને પણ અપાર ધન સંપત્તિ આપશે. દોઢ વર્ષ દરમિયાન વારંવાર આકસ્મિક ધન લાભ થઈ શકે છે. કરિયરમાં ગ્રોથ અને નવી ઓળખ મળશે. જીવનમાં સકારાત્મકતા આવશે. ઈચ્છાઓ પુરી થશે. વેપારમાં લાભ થશે.