ગ્રહ ગોચર સારી અને ખરાબ બંને ઈફેક્ટ પાડી શકે છે. નવા વર્ષ 2025માં અનેક ગ્રહોના ગોચરના કારણે કેટલીક રાશિવાળાના સારા તો કેટલીક રાશિવાળાના સતર્ક રહેવાના દિવસો શરૂ થશે. નવા વર્ષમાં કેતુ ગ્રહ પણ ગોચર કરશે. કેતુના ગોચરથી બે રાશિઓને નુકસાન થઈ શકે છે.
કેતુ ગોચરથી તમામ રાશિઓ પર સારી કે ખરાબ અસર જોવા મળી શકે છે. પરંતુ બે રાશિઓ એવી છે કે કેતુના ગોચરથી આર્થિક નુકસાન થઈ શકે છે. જાણો આ બે રાશિઓ કઈ છે અને તેમણે શું સાવધાની રાખવી પડશે.
કેતુ ગ્રહ આગામી વર્ષે 18મી મે 2025ના રોજ ગોચર કરશે. આ દિવસે રવિવાર છે. કેતુ રવિવારે બપોરે 4.30 વાગે ગોચર કરશે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
18મી મે 2025ના રોજ કેતુ ગોચર કરીને કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. સૂર્ય દેવ અને કેતુ વચ્ચે શત્રુવત સંબંધ છે.
કર્ક રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર અશુભ સાબિત થઈ શકે છે. કર્ક રાશિના જાતકોના પરેશાનીવાળા દિવસો શરૂ થઈ શકે છે. વિદ્યાર્થીઓને નિષ્ફળતા મળી શકે છે. પરંતુ તેમણે તૂટવું જોઈએ નહીં. બિઝનેસ કરનારાઓને નુકસાન થઈ શકે છે.
કુંભ રાશિવાળાને પણ કેતુનું ગોચર ફાયદાકારક નહીં રહે. જે લોકો રોકાણ કરી રહ્યા છે તેમણે આ સમય દરમિયાન અલર્ટ રહેવું પડશે. કુંભના જાતકોએ લાલચ કરવાની નથી. નહીં તો ખરાબ રીતે ફસાઈ શકે છે. સંપત્તિ વિવાદમાં તેમનો પક્ષ નબળો થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.