PHOTOS

Ketu Gochar 2025: પાપી ગ્રહ કેતુનું નક્ષત્ર પરિવર્તન મિથુન સહિત 4 રાશિઓ માટે શુભ, અણધાર્યો ધન લાભ થવાની પ્રબળ સંભાવના

Ketu Gochar July 2025: 20 જુલાઈ 2025 ના રોજ કેતુ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર શુક્રનું નક્ષત્ર છે. શુક્ર અને કેતુ વચ્ચે મિત્રતાનો ભાવ છે. 20 જુલાઈ થી 25 જાન્યુઆરી 2026 સુધી કેતુ આ નક્ષત્રમાં ગોચર કરશે. 25 જાન્યુઆરી 2026 સુધીનો સમય મિથુન સહિત 4 રાશિઓ માટે લાભકારી સાબિત થશે.
 

Advertisement
1/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

કેતુનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિના ચોથા ભાવમાં થશે. જેના કારણે પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સમાપ્ત થશે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોના કામના વખાણ થશે. પગાર વધી શકે છે.   

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

કેતુનું ગોચર મિથુન રાશિના ત્રીજા ભાવમાં થશે. જેના કારણે પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થશે. મિથુન રાશિના લોકોના જીવનમાં લગ્ઝરી વધશે. ધન કમાવાની સારી તક મળશે. નોકરી કરતા લોકોને મહેનતનું ફળ મળશે. મિથુન રાશિના લોકો લવ લાઈફમાં થોડા એગ્રેસિવ થઈ શકે છે. સંબંધોને મજબૂત કરતા નિર્ણય લઈ શકાશે.  

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોના વૈવાહિક જીવનમાં સુખ વધશે. પાર્ટનર સાથે સંબંધોમાં સમસ્યા હશે તો તે દુર થશે. કરિયરમાં પણ સફળતા મળી શકે છે. નોકરી બદલવાનો વિચાર કરતા લોકોને નવી તક મળી શકે છે. જુલાઈથી જાન્યુઆરી સુધીનો સમય લાભકારી રહેવાનો છે. સમાજમાં પ્રતિષ્ઠા વધવા લાગશે.  

4/5
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિના સપ્તમ ભાવમાં કેતુનું ગોચર થવાનું છે. કેતુનું ગોચર આ રાશિના લોકો માટે લાભકારી રહેવાનું છે. વિદ્યાર્થીઓની આવક વધશે. આ સમય દરમિયાન આવક વધવાના સંકેત છે. વેપારી વર્ગને નવું કામ શરુ કરવામાં સફળતા મળી શકે છે. સમાજમાં નામના વધી શકે છે.  

5/5




Read More