મહારાષ્ટ્ર સાયબર સેલ (Maharashtra Cyber Cell)ના સૂત્રો અનુસાર, છેલ્લા 15 દિવસામાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાલિસ્તાન (Khalistan) સાથે જોડાયેલી લગભગ 12,800 પોસ્ટ કરવામાં આવી છે, જ્યારે જરનૈલ સિંહ ભિંડરાવાલે (Jarnail Singh Bhindranwale) સાથે જોડાયેલી લગભગ 6,321 સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલના સૂત્રો અનુસાર, છેલ્લા 15 દિવસમાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાલિસ્તાન સાથે જોડાયેલી લગભગ 12,800 પોસ્ટ કરવામાં આવી છે, જ્યારે જરનૈલ સિંહ ભિંડરાવાલે સાથે જોડાયેલી લગભગ 6,321 સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલ આ બાધા પર ના માત્ર નજર રાખી રહી છે પરંતુ તેમની સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી રહી છે.
સૂત્રોના અનુસાર, આમાંથી કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એવા પણ છે જે ઘણાં સમય પહેલા બનાવવામાં આવ્યા હતા, પરંતુ એક્ટિવ ન હતા. હવે કિસાન આંદોલન દરમિયાન અચાનક એક્ટિવ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા ટ્વિટર હેન્ડલ્સના નામ જણાવી રહ્યાં છે કે તે પાકિસ્તાનથી કરવામાં આવી રહ્યાં છે.
મહારાષ્ટ્ર સાયબર સેલે તેના એક ખાસ સોફ્ટવેર દ્વારા તેમના પર નરજ રાખી રહ્યું છે. મહારાષ્ટ્ર સાયબર સેલના સૂત્રો અનુસાર આ સોશિયલ મીડિયા પોસ્ટને કિસાન આંદોલન સાથે જોડવાના બે કારણ સામે આવ્યા છે.
કિસાન આંદોલન દરમિયાન ખાલિસ્તાનના વિચાર રજૂ કરનાર કેટલાક લોકોએ આ આંદોલનને હાઇજેક કરવાનો પ્રયત્ન કર્યો છે. કેનેડા, યુનાઇટેડ કિંગડમ (UK)માં, ખાલિસ્તાનના ફ્લેગ અને નારા લગાવવામાં આવે છે.
પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ (ISI) સપોર્ટેડ ખાલિસ્તાની આતંકવાદી પહેલાથી જ 'Referendum 2020'ની મૂવેમેન્ટ ચલાવી રહ્યાં છે. એવામાં ખાલિસ્તાન અને જરનૈલ સિંહ ભિંડરવાલે સાથે જોડાયેલી આટલી બધી સોશિયલ મીડિયા પોસ્ટ ઇશારો કરી રહી છે કે, કિસાન આંદોલનની આડમાં ખાલિસ્તાન મૂવમેન્ટને જીવંત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.