Kheda NRI Village નચિકેત મહેતા/ખેડા : ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં ખરેખર વિદેશમાં વસતા લોકોએ પોતાનો વતન પ્રેમ બતાવ્યો છે. નડિયાદનું એક એવું ગામ છે જેને આપણે NRI ગામ તરીકે પણ ઓળખીએ છીએ. આ ગામમાં વિકાસની વાત આવે એટલે સરકારને પછી અને ગામના NRI લોકોને પહેલા યાદ કરવામાં આવે છે.
વિકાસની વાત આવે એટલે આપણે સરકારી કરેલા વિકાસના પ્રોજેક્ટને યાદ કરતા હોઈએ છીએ પણ ગુજરાતનું એક એવું ગામ છે કે વિકાસની વાત આવે એટલે સરકારને પછી અને એનઆરઆઈ લોકોને પહેલા યાદ કરવામાં આવે છે
ખેડા જિલ્લામાં આવેલ એક એવું ગામ છે કે જે આપણે એનઆરઆઇ ગામ તરીકે પણ ઓળખીએ છીએ આ ગામ એટલે નડિયાદ તાલુકામાં આવેલું ઉત્તરસંડા ગામ.
આ ગામના એનઆરઆઈ દ્વારા ગામના વિકાસ માટે 8 કરોડથી વધુ ખર્ચે વિકાસ પામેલા વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં તળાવ ડેવલપમેન્ટ ચિલ્ડ્રન્સ પાર્ક બાગ બગીચા ડોલેપમેન્ટ અને ઘાટ ડેવલપમેન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ગામના વિદેશમાં રહેતા લોકોએ પોતાના ગામ માટે અનોખો પ્રેમ દર્શાવ્યો અને ગામના વિકાસની વાત આવે ત્યારે હંમેશા આગળ આવી જાય છે.
ઉત્તરસંડા ગામમાં તળાવના બ્યુટીફીકેશન સહિતના અનેક એવા કામો અહીંયા કરવામાં આવ્યા છે. સાથે સાથે ગામના એક એન.આર.આઈ દ્વારા ગામમાં રહેતા 85 વર્ષ ના વય વૃદ્ધોને એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
49 જેટલા વૃદ્ધોને એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પહેલા પણ આ ગામના વતન પ્રેમી એનઆરઆઇઓએ 3 કરોડનું દાન આ ગામ માટે આપ્યું છે.
સૌથી મોટી વાત એ છે કે આ ગામની ત્રણ થી છ વર્ષ ની 400 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં 11હજાર રૂપિયા લેખે ૪૪ લાખ રૂપિયાની એફડી કરી આપી છે.