PHOTOS

Photo:આંખોમાં ખુશી, હોઠ પર સ્મિત... આ રીતે યાદગાર બની Kiara Sidharthની સંગીત સેરેમની

Kiara Sidharth Sangeet Photo: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન હજુ પણ ચર્ચામાં છે. કિયારા અને સિદ્ધાર્થ પોતાના લગ્નની એક પછી એક તસવીરો શેર કરી રહ્યા છે. થોડા સમય પહેલા તેમણે હલદી સરમનીની તસવીરો શેર કરી હતી અને હવે સંગીત સરેમની ઝલક દેખાડતી તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો પણ શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. તસવીરોમાં સિદ્ધાર્થ અને કિયારાની ખુશી ઉડીને આંખે વળગે તેવી છે. 

Advertisement
1/4

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્નની અને પ્રિ વેડિંગ ફંક્શનની તસવીરો હવે એક પછી એક શેર કરી રહ્યા છે. અગાઉ તેમની હલ્દી શેરેમનીની તસ્વીર શેર કરી હતી અને હવે સંગીતની તસ્વીરો શેર કરી છે. આ તસવીરો એટલી સુંદર છે કે તેમના પરથી તમારી પણ નજર નહીં હટે.

2/4

આ કપલ એકબીજાને બાહોમાં ભરીને ડાન્સ કરતું જોવા મળે છે. તેમની આંખોમાં ખુશી અને પ્રેમ જોવા મળે છે. એકબીજા સાથે તે ડાન્સ કરવામાં મુશગુલ છે. કિયારાએ સંગીત માટે ગોલ્ડન રંગનું ક્રોપ ટોપ અને લહેંગો પસંદ કર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ બ્લેક શેરવાની પર ગોલ્ડન વર્ક સાથે કિયારા સાથે ટવીનિંગ કરતો જોવા મળે છે. 

Banner Image
3/4

સંગીત સેરેમનીમાં બંનેએ જોરદાર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી હતી. આ બંનેની સાથે લગ્નમાં હાજર મહેમાનોએ પણ જોરદાર ડાન્સ કરીને માહોલ બનાવી દીધો હતો. 

4/4

સંગીતની આ તસવીરો શેર કરતા કિયારા અને સિદ્ધાર્થે એકસરખું કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું છે કે, તે રાત વિશે કંઈક ખાસ... સિદ્ધાર્થ અને કિયારાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરમાં લગ્ન કર્યા. તેમના લગ્નના ફંકશન 4 ફેબ્રુઆરીથી શરૂ થયા હતા.





Read More