PHOTOS

Miss Universe: ભારતની Adline Castelino મેળવ્યું ચોથું સ્થાન, આ રીતે જીતી લીધા લોકોના દિલ

લોરિડામાં થયેલી 69મી મિસ યુનિવર્સ 2020માં ભારતનું પ્રતિનિધિત્વ એડલિન કેસલિનોએ કર્યું હતું. એડલિન 22 વર્ષની મોડલ છે અને અનેક બ્યૂટી સ્પર...

Advertisement
1/7
ચોથું સ્થાન મળ્યું
ચોથું સ્થાન મળ્યું

69મી મિસ યુનિવર્સ સ્પર્ધાના પરિણામ આવી ગયા છે. અને ભારતની એડલિન કેસલિનો જો કે જીતી તો ન શકી પરંતુ તેણે આ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું. જો એડલિન આ કોન્ટેસ્ટ જીતતી તો તે ભારતની ત્રીજી મહિલા બનત., વર્ષ 2000માં લારા દત્તા અને વર્ષ 1994માં સુષ્મિતા સેને આ ખિતાબ જીત્યો હતો. 

2/7
જીત્યો આ ખિતાબ
જીત્યો આ ખિતાબ

એડલિન કેસલીનોએ ખુબ જ શાનદાર રીતે  LIVA Miss Diva 2020 કોન્ટેસ્ટ જીતીને તાજ પોતાના નામે કર્યો હતો. હવે મિસ યુનિવર્સ 2020 માં પણ તેનું શાનદાર પ્રદર્શન રહ્યું. તેણે ચોથું સ્થાન મેળવ્યું. 

Banner Image
3/7
ખેડૂતો માટે કરે છે કામ
ખેડૂતો માટે કરે છે કામ

એડલિન કેસલિનો ખેડૂતોની આજીવિકા માટે કામ કરનારી કલ્યાણકારી સંગઠન વિકાસ સહયોગ પ્રતિષ્ઠાન માટે કામ કરે છે અને પીસીઓએસની ફ્રી ઈન્ડિયા કેમ્પેનનો ચહેરો પણ છે. 

4/7
કુવૈતમાં થયો હતો જન્મ
કુવૈતમાં થયો હતો જન્મ

એડલિન કેસલિનોનો જન્મ કુવૈતમાં થયો હતો. પરંતુ 15 વર્ષની ઉંમરમાં તે ભારત આવીને મુંબઈમાં વસી ગઈ. એડિલનનો પરિવાર કર્ણાટકના ઉદયવરાથી છે અને તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. 

5/7
દાદી બની પ્રેરણા
દાદી બની પ્રેરણા

ખેડૂતો માટે કામ કરવાની પ્રેરણા એડલિન કેસલિનોને દાદી પાસેથી મળી. તેની દાદી ખેડૂત હતી અને બાળકને જન્મ આપવા દરમિયાન તેમનું મોત થયું હતું. એડિલન દાદીને પ્રેરણા માને છે. આ સાથે એડલિન મહિલાઓ અને LGBT સમુદાય માટે પણ કામ કરે છે. 

6/7
અનેક કેમ્પેઈનનો ચહેરો બની
અનેક કેમ્પેઈનનો ચહેરો બની

એડલિન કેસલિનોને અનેકવાર રનવે પર ચાલવાની તક મળી. તે અનેક મેગેઝીનના કવર પેજ પર જોવા મળી ચૂકી છે. આ મેગેઝીન્સમાં એક ફેમિના મેગેઝીન પણ છે. આ સાથે જ એડલિને અનેક ટીવી અને ડિજિટલ કેમ્પેઈનમાં મોડલ તરીકે કામ કર્યું છે.   

7/7
એડલિનનો સાડી લૂક
 એડલિનનો સાડી લૂક

એડલિન કેસલીનોએ મિસ યુનિવર્સ 2020ના રનવે પર અલગ અલગ કપડાં પહેરીને લોકોને ખુબ ઈમ્પ્રેસ કર્યા પરંતુ તેનો ઈન્ડિયન સાડી લૂક લોકોને ખુબ ગમી રહ્યો છે. આવામાં તે કોઈ નવી નવેલી દુલ્હન લાગે છે. 





Read More