PHOTOS

Handicraft: કચ્છી ભરતગૂંથણથી લઈને કશ્મીરી કારીગરી સુધી વિવિધતાથી ભરપૂર ભારતનું ભરતકામ

વિવિધતામાં એકતા ભારતનો પ્રાણ છે. આવી જ વિવિધ છે ભારતની ભરતકામ કળા. કચ્છમાં જશો તો દોરા-આભલાનું અદ્ભૂત કામ જોવા મળશે અને કશ્મીરમાં જશો તો ફૂલોનું મનમોહક વર્ક. ફુલકારી, સુજની અને કાંથાનો ઈતિહાસ તો વર્ષો જૂનો છે. ભરતકામ ન માત્ર કલા પરંતુ સમાજ જીવન અને સંસ્કૃતિનું પણ પ્રતિક છે.

Advertisement
1/12
આંધ્રપ્રદેશનું કમલ ભરતકામ
આંધ્રપ્રદેશનું કમલ ભરતકામ

આ આંધ્રપ્રદેશનું પારંપરિક ભરતકામ છે. જેમાં મુખ્યરૂપે સુંદર પુષ્પો બનાવવામાં આવે છે. જે થ્રી-ડી કામ જેવું લાગે છે. લગભગ 5 સદીઓ પહેલા આ કલાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.  

2/12
ટોડા ભરત
ટોડા ભરત

ટોડા ભરતની ઉત્પતિ તમિલનાડુમાં થઈ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક રૂપે તેને પુખૂર એટલે કે ફૂલના રૂપમાં જાણવામાં આવે છે. ટોડા ભરત મુખ્યત્વે શાલ પર કરવામાં આવે છે.

Banner Image
3/12
કશ્મીરી ભરત
કશ્મીરી ભરત

કશીદા કે કશ્મીરી ભરત ઊનના કુર્તા,સ્ટોલ વગેરે પર કરવામાં આવે છે. કશ્મીરી ભરતની પ્રેરણા પ્રકૃતિ પાસેથી મળે છે. કશ્મીરનું પરંપરાગત ભરત મનમોહી લે તેવું હોય છે.

 

4/12
શાલીમલી
શાલીમલી

શાલીમલી મણિપુરનું પ્રસિદ્ધ વસ્ત્ર છે. આમાં ભરત અને ગૂંથણ બંને છે. મેતઈ સમુદાય આ કામ કરે છે. કોઈ પાસે શાલીમલી હોવું પ્રતિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે.

5/12
પિપલી
પિપલી

આ એક એવી કળા છે જેનો ઉપયોગ કપડા પર નાના પેચ લગાવવા કે સિવવા માટે થાય છે. 17મી સદીમાં ફ્રેંચ લોકો સાથે આ કળા ભારત આવી હતી. આ કળા આજે બહુ જ પસંદ કરવામાં આવે છે.

6/12
કસૂતી
કસૂતી

કર્ણાટકનું પારંપારિક ભરત કસૂતી છે. જેનું કામ ખૂબ જ જટિલ છે. ક્યારેક ક્યારેક તો તેમાં 5 હજાર ટાંકા લગાવવાના થાય છે. ચાલુક્ય શાસન કાળથી તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. આ ભરતકામની ખાસિયત એ છે કે તે ગાંઠ વિના બને છે અને બંને તરફથી એક જેવું જ દેખાય છે.

7/12
ચિકનકારી
ચિકનકારી

ચિકનકારીનું હાલનું સ્વરૂપ યૂપીના લખનઊ સાથે જોડાયેલું છે. જેની શરૂઆત મુગલ સમ્રાટ જહાંગીરના પત્ની નૂરજહાંએ કરી હતી. આજે ચિકનકારીનો વ્યાપ ઘણો વધી ચુક્યો છે.

8/12
ચંબા રુમાલ
ચંબા રુમાલ

ચંબા રુમાલને કારીગરીનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. 16મી સદીમાં ગુરુ નાનક દેવજીના બહેન બેબે નાનકીએ તેને આરંભકાળમાં બનાવ્યો હોવાનું માનવામાં આવે છે.

9/12
કાંથા
કાંથા

ભારતીય ભરતકામની સૌથી જૂની વિદ્યા કાંથા માનવામાં આવે છે. જેનો ઈતિહાસ પ્રથમ શતાબ્દીના ઈસવીસનના આરંભથી માનવામાં આવે છે. સાડી અને ધોતી જેવા જૂના વસ્ત્રો પર સિલાઈ અને ભરત કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે.

10/12
પંજાબની ફુલકારી
પંજાબની ફુલકારી

ફુલકારી પંજાબની સૌથી પ્રસિદ્ધ ગ્રામીણ ભરતકામની કળા છે. જેનો ઉલ્લેખ વારિસ શાહની પ્રસિદ્ધ લોકકથા હીર-રાંઝામાં મળે છે. જેમાં કપડાના નીચેના ભાગમાં રફૂ વાળી સોયથી કામ કરવામાં આવે છે. એક સમયે એક જ રંગના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી લાંબી સિલાઈ થાય છે. ફુલકારીના દુપટ્ટા ખૂબ જ મનમોહક હોય છે.

11/12
બિહારી સુજની
બિહારી સુજની

સુજનીની ઉત્પતિ બિહારના ભુસુરા ગામથી થઈ છે. જેને એક કપડા પર બીજા કપડું હોવાના સ્વરૂપમાં માનવામાં આવે છે. જેમાં જૂની સાડીઓ અને ધોતીઓનો કેનવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સુજની કલા સામાજિક અને રાજનૈતિક સંદેશ આપવાનું પણ માધ્યમ છે.

12/12
કચ્છી ભરતકામ
કચ્છી ભરતકામ

કચ્છનું ભરતકામ જિલ્લાના આદિવાસી સમાજની ખાસ કળા છે. સુતરાઉ કપડા પર નેટના રૂપમાં ભરતકામ કરવામાં આવે છે. જેમાં સુતરાઉ કે રેશમી દોરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કચ્છની મહિલાઓ માટે આ ભરતકામ રોજીરોટીનું સાધન છે.





Read More