PHOTOS

માત્ર એક જ કલાકમાં પગપાળા ફરી શકો છો આ દેશ, જ્યાં દર ત્રીજો વ્યક્તિ છે કરોડપતિ

એવો દેશ જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જ્યાં હરવાં-ફરવાંથી લઈને રહેવા માટે પણ સુંદર વ્યવસ્થા છે. જોકે, ત્યાં એક મકાનનો ભાવ અહીંની નાની સોસાયટીઓ જેટલો છે.

Advertisement
1/5
રાજતંત્રથી ચાલે છે દેશ
રાજતંત્રથી ચાલે છે દેશ

આજે પણ મોનાકો દેશમાં રાજતંત્ર ચાલે છે. વર્ષ 1927થી જ અહીં રાજતંત્ર છે. જેની સુરક્ષાની જવાબદારી ફ્રાંસની છે. આ શહેર એટલે કે દેશ ઉત્તર પશ્ચિમ યૂરોપના મેડિટેરિયન સીના કિનારે વસેલું છે. જોવામાં આ શહેર અતિશય ખૂબસૂરત છે. નાના એવા આ દેશની ગલીઓમાં અનેક બહુમાળી ઈમારતો આવેલી છે. ટેક્નોલોજીથી સજ્જ છે આ દેશ.

2/5
અમદાવાદ કરતા નાનો છે દેશ
અમદાવાદ કરતા નાનો છે દેશ

​દુનિયાનો બીજો સૌથી નાનો દેશ માત્ર 1.95 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. જો તમે આ દેશમાં પગપાળા પણ ફરશો તો માત્ર 56 મિનિટ લાગશે. એટલે કે એક કલાક કરતા ઓછા સમયમાં તમે આ દેશનો આખો ચક્કર મારી લેશો. ઓછા જગ્યામાં ફેલાયેલો હોવાના કારણે તેને દેશની જગ્યાએ શહેર પણ કહેવામાં આવે છે. આ દેશની કુલ જનસંખ્યા 39 હજાર છે. સાથે જ આ દેશ વધુ ઘનત્વ ધરાવતા દેશમાં પણ ગણવામાં આવે છે. ઓછા વિસ્તારમાં વધુ લોકો રહેતા હોવાના કારણે આવું થયું છે. આ નાનકડા દેશની સીમા ફ્રાંસ અને ઈટલી સાથે લાગેલી છે.

Banner Image
3/5
દર ત્રીજો વ્યક્તિ છે કરોડપતિ
દર ત્રીજો વ્યક્તિ છે કરોડપતિ

પોતાની સાઈઝની સિવાય મોનાકો શહેર વધુ એક વાતના કારણે જાણીતું છે. આ દેશમાં દુનિયાના સૌથી વધુ રઈસ લોકો રહે છે. અહીં 12 હજાર 261 કરોડપતિ રહે છે. એટલે કે આ દેશનો દરેક ત્રીજો વ્યક્તિ કરોડપતિ છે. મોનાકો જીડીપીની બાબતમાં દુનિયામાં બીજા નંબર પર છે. અહીંની પર કેપિટા ઈનકમ 1 કરોડ 21 લાખ 40 હજાર છે.

4/5
12 કરોડ છે એક બેડરૂમના ઘરની કિંમત
12 કરોડ છે એક બેડરૂમના ઘરની કિંમત

મોનાકોમાં એક બેડરૂમના ઘરની કિંમત 12 કરોડ રૂપિયા છે. દેશ ભલે નાનો છે પણ મકાનની કિંમતો આસમાને છે. આ કિંમત તો નવા અપાર્ટમેન્ટની છે. પરંતુ જો જૂનો ફ્લેટ ખરીદો તો પણ તેના બદલે સારા એવા પૈસા ચૂકવવા પડે છે. હવે દેશમાં આટલા પૈસા છે તો ચોરી થાય તે પણ સામાન્ય છે. પરંતુ તમને જણાવી દઈએ કે મોનાકોમાં ચોરીની ઘટનાઓ નહીંવત બને છે. અહીં દર 100 નાગરિકોએ એક પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવે છે.

5/5
ચારેય તરફ કુદરતી સૌદર્યથી છવાયેલો દેશ
ચારેય તરફ કુદરતી સૌદર્યથી છવાયેલો દેશ

મોનાકો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. જોકે, આ દેશમાં તમને કુદરતનું અસીમ સૌદર્ય છવાયેલું જોવા મળે છે. અહીં પહાડો, જંગલો, નદીઓ અને ઝરણાઓ છે. અહીંના ખુશનુમા વાતાવરણમાં તમને સ્વર્ગની અનુભૂતિ થશે. જોકે, સુંદરતાની સાથો-સાથ આ દેશ દુનિયાના સૌથી મોંઘા દેશો પૈકીનો એક દેશ છે.





Read More