AC Fan Tips: ગરમીની સીઝનમાં એસી અને પંખો ફ્રેશ હવાની સાથે ઘરમાં ઠંડક પ્રસરાવે છે. લગભગ દરેક ઘરમાં તમે જોયું હશે કે એસીની સાથે પંખો ચાલે છે પરંતુ ક્યારેય વિચાર્યું આ કેટલું યોગ્ય છે. આવો જાણીએ શું એસીની સાથે પંખો ચલાવવાથી ઠંડક વધુ મળી શકે છે?
ગરમીથી રાહત મેળવવા માટે એસીને બેસ્ટ માનવામાં આવે છે, પરંતુ તેનો વધુ ઉપયોગ કરવાને કારણે લાઈટ બિલ પણ વધી જાય ચે. આ કારણે એસીનો ઉપયોગ કરનાર વ્યક્તિ ઈચ્છે છે કે તેને ઠંડક પણ મળે અને લાઇટ બિલ ઓછું આવે. તે માટે લોકો ઘણી ટ્રિક્સ અપનાવે છે. ઘણા લોકો માને છે કે તેની સાથે પંખો ચલાવવાથી વધુ ઠંકડ મળે છે.
જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તમે સાચા છો, AC ની સાથે પંખો ચલાવવાથી વધુ ઠંડક મળે છે અને વીજળીના બિલમાંથી પણ થોડી રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં, આ લેખમાં અમે તમને જણાવીશું કે AC સાથે પંખાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી તમે AC ની ઠંડક બમણી કરી શકો અને વીજળીનું બિલ ઘટાડી શકો.
AC નું તાપમાન વધારીને આખા રૂમને સરળતાથી ઠંડો રાખી શકાય છે. પરંતુ આ માટે, પંખો ધીમેથી ચલાવવો જરૂરી છે, ફૂલ સ્પીડમાં નહીં. આનાથી તમને ફાયદો થશે કારણ કે પંખાની મદદથી ઠંડી હવા રૂમના દરેક ખૂણામાં ફેલાશે.
પંખો ચલાવવાનો બીજો ફાયદો એ છે કે રૂમ મોટો હોવા છતાં, ઠંડી હવા બધે પહોંચે છે. ઉપરાંત, એસીનું તાપમાન નિયંત્રણમાં રહે છે જેના કારણે તેના કોમ્પ્રેસર પર કોઈ દબાણ નથી હોતું અને વીજળીનું બિલ ઓછું આવે છે. આ રીતે તમે ઓછા વીજળી બિલમાં વધુ ઠંડકનો આનંદ માણી શકો છો.
પરંતુ જો તમારો રૂમ થોડો નાનો હોય તો તમારે પંખો ન ચલાવવો જોઈએ. ઉપરાંત, જો રૂમ એવી જગ્યાએ આવેલો હોય જ્યાં નજીકમાં રસ્તા હોય અથવા ત્યાં ઘણી બધી ધૂળ જામેલી હોય, તો તમારે પંખો ન ચલાવવો જોઈએ. આના કારણે, એસી ફિલ્ટર પર ધૂળ જમા થાય છે અને તેને વારંવાર સાફ કરવા અથવા બદલવા પડે છે.