Viral Hack Video: શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે ઘરમાં રાખેલા ચાંદીના દાગીના પર કાળા ડાઘ પડી જાય છે અથવા લાંબા સમય સુધી રાખેલા સોનું તેની ચમક ગુમાવી દે છે. જુના દેખાતા સોના અને ચાંદીને એકદમ નવા જેવા બનાવવા માટે હવે તમારે કોઈ જ્વેલરી શોપમાં જવાની જરૂર નથી, પરંતુ તમે એક-બે નાની ટ્રીકથી ઘરે જ તેને ચમકાવી શકો છો. તેની ચમક તમને એકદમ નવી જ્વેલરી જેવી બનાવશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જ્વેલરી કેવી રીતે પોલિશ કરવી તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ટ્રિક જોયા પછી તમે પણ તમારા ઘરમાં ટ્રાય કરશો.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 'ધ ડીવાઇઆઇ હેક' (The DIY Hack) નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું કે, "જો તમારું સોનું અને ચાંદી કાળા થઈ ગયા છે, તો તેને સાફ કરવા માટે કોઈ જ્વેલરી શોપમાં ન જશો." વીડિયોમાં સૌથી પહેલા એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે સાવધાન રહો, કારણ કે તમારું અડધું સોનું પણ ગાયબ થઈ શકે છે.
પહેલાં દાગ લાગેલા ચાંદીના દાગીનાનું શું કરવું? સૌ પ્રથમ, દવામાંથી નિકળનાર એલ્યુમિનિયમ ફોઇલના નાના ટુકડા કરો અને તેને બાઉલમાં મૂકો અને તેની સાથે થોડી ટૂથપેસ્ટ ઉમેરો. તેની સાથે એક ચમચી મીઠું ઉમેરો અને સફેદ વિનેગર પણ નાખો. આ બધી વસ્તુઓ ઉમેર્યા પછી છેલ્લે ગરમ પાણી ઉમેરો અને ધીમે ધીમે મિક્સ કરો. આ પછી તમારી દાગવાળી ચાંદીને લિક્વિડમાં નાખો. તે થોડા સમય પછી ચમકવા લાગશે.
એ જ પ્રમાણે સોનાની ચમક પાછી લાવવા માટે એક વાટકીમાં જ્વેલરીને રાખો, પછી મીઠું અને બેકિંગ સોડા સાથે સફેદ વેનેગરને મિક્સ કરો. ત્યારબાદ તેને મિક્સ કરીને સોનાને બહાર કાઢીને સાફ કરો. આ બિલકુલ ચમકી જશે.
પ્લેટિનમ ચમકવા માટે તમારે સાબુને કોઇ કાર્ડ વડે ખોતરીને કોઇ ગ્લાસમાં નાખો, પછી તેમાં ટૂથપેસ્ટ મિક્સ કરો અને પાણી નાખીને હલાવો. પછી પ્લેટિનમને મિક્સ કરીને બહાર કાઢો. પછી તે ચમકી જશે.
હીરાને ચમકાવવા માટે તમારે પહેલા એક બાઉલમાં 30 ડિગ્રી ગરમ પાણી રાખવું જોઈએ. તેમાં થોડી ડીશ વોશ ઉમેરો અને પછી તેમાં ડાયમંડ જ્વેલરીને 10 મિનિટ માટે ડુબાડો. તેને બહાર કાઢ્યા બાદ તેને ટૂથબ્રશથી ઘસો. પછી સાદા પાણીમાં સાફ કરો. તે ચમકશે.