PHOTOS

IPL 2023: શ્રેયસ અય્યરના રિપ્લેસમેન્ટની જાહેરાત, KKR ટીમમાં સામેલ થયો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી

Shreyas Iyer: કોલકત્તા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) એ આઈપીએલ 2023 માટે શ્રેયસ અય્યર (Shreyas Iyer)ના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. એક વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

Advertisement
1/4

Shreyas Iyer Replacement: આઈપીએલ 2023ની શરૂઆતથી કોલકત્તા નાઇટ રાઇડર્સની મુશ્કેલી વધી છે. કેકેઆરનો કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તો શાકિબ અલ હસને ઔપચારિક રૂપથી કોલકત્તા નાઇટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝીને જણાવી દીધુ છે કે તે આ સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ બધા વચ્ચે કોલકત્તા ટીમ માટે એક ખુશખબર સામે આવી છે. ટીમે શ્રેયસ અય્યરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. 

2/4
અય્યરના રિપ્લેસમેન્ટની જાહેરાત
 અય્યરના રિપ્લેસમેન્ટની જાહેરાત

કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની જગ્યાએ જેસન રોયને ટીમમાં સામેલ કર્યો છે. KKRએ જેસન રોયને તેની મૂળ કિંમત રૂ. 1.50 કરોડ કરતાં રૂ. 2.80 કરોડ વધુ આપીને તેની ટીમમાં સ્થાન આપ્યું છે. શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે લંડનમાં તેની સર્જરી કરાવશે. આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે બેટિંગને મજબૂત કરવા માટે જેસન રોયને સામેલ કર્યો છે. જેસન રોયે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. આ દરમિયાન તેણે 30.00ની એવરેજ અને 123.96ની સ્ટ્રાઈક રેટથી 329 રન બનાવ્યા છે.

Banner Image
3/4
પાછલી સીઝનમાં બહાર રહ્યો હતો રોય
 પાછલી સીઝનમાં બહાર રહ્યો હતો રોય

હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સને આઈપીએલ 2022ની શરૂઆત પહેલાં એક મોટો ઝટકો લાગ્યો ગતો. ઈંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર જેસન રોયને ગુજરાતે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ બાયો બબલનો હવાલો આપતા રોય ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. આઈપીએલ 2020માં પણ જેસન રોયે અંગત કારણોસર ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો હતો.

4/4
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ
 કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ

નીતીશ રાણા (કેપ્ટન), જેસન રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, સુનીલ નારાયણ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, અનુકુલ રોય, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, રહેમાનુલ્લા ગુરબાઝ, હર્ષિત રાણા, લિટન દાસ, કુલવંત કુમાર, કૌશલ્ય , સુયશ શર્મા, નારાયણ જગદીશન, વૈભવ અરોરા, શાકિબ અલ હસન, ડેવિડ વીજે, મનદીપ સિંહ.  





Read More