PHOTOS

Kritika Malik: એક સમયે મંગળ બજારમાં ચોરી કરતાં પકડાયેલી કૃતિકા મલિક કેવી રીતે બની કરોડપતિ ? જાણો કૃતિકાની લાઈફના સીક્રેટ્સ

Kritika Malik: યુટ્યુબર અરમાન મલિક અને તેની બંને પત્ની કૃતિકા મલિક અને પાયલ મલિક જ્યારથી બિગ બોસ ઓટીટી 3 માં જોવા મળ્યા છે ત્યારથી ચર્ચામાં છે. આ શોમાંથી તો મલિક પરિવાર આઉટ થઈ ગયો છે પરંતુ તેમના સંબંધો અને પરિવારને લઈને ચર્ચાઓ તેજ બની છે. જેમાં સૌથી વધુ ટ્રોલ કૃતિકા મલિકને કરવામાં આવી રહી છે. કૃતિકા મલિક એક સમયે માર્કેટમાંથી ચોરી કરતા પણ પકડાઈ ચૂકી છે પરંતુ આજે તે કરોડપતિ બની ચૂકી છે. 

Advertisement
1/6
કૃતિકા મલિક
કૃતિકા મલિક

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિક છે. કૃતિકા મલિકના જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે તમને ક્રિતિકા મલિક વિશે એવી વાતો જણાવીએ જેને જાણીને તમારી આંખો પણ ચાર થઈ જશે. 

2/6
મલિક પરિવાર
મલિક પરિવાર

અરમાન મલિક તેની બંને પત્ની એટલે કે પહેલી પત્ની પાયલ મલિક અને બીજી પત્ની કૃતિકા મલિક અને 4 બાળકો સાથે એક જ ઘરમાં રહે છે. કૃતિકા મલિક મૂળ દેહરાદુનની રહેવાસી છે. 

Banner Image
3/6
ફ્રેન્ડના પતિ સાથે લગ્ન
ફ્રેન્ડના પતિ સાથે લગ્ન

લગ્ન પહેલાં કૃતિકા પાયલ મલિકની બેસ્ટ ફ્રેન્ડ હતી. કૃતિકા એ જ બિગ બોસ હાઉસમાં જ કેટલાક ચોંકાવનારા ખુલાસા પોતાની લાઈફને લઈને કર્યા છે. તેણે કહ્યું હતું કે તે પાયલની બેસ્ટ ફ્રેન્ડ હતી અને તેના દીકરાના જન્મદિવસ પર પહેલી વખત અરમાનને મળી હતી. ત્યાર પછી 6 દિવસ સુધી તેણે તેની ખાસ ફ્રેન્ડના પતિને ડેટ કર્યો અને પછી સાતમા દિવસે લગ્ન કરી લીધા. 

4/6
સહેલીની સૌતન
સહેલીની સૌતન

અરમાન મલિકને પાયલ મલિક સાથે પણ 7 દિવસમાં જ પ્રેમ થયો અને આઠમા દિવસે બંનેએ લગ્ન કરી લીધા. પહેલી પત્ની અને એક બાળક હોવા છતાં કૃતિકાને અરમાન મલિક સાથે પ્રેમ થયો અને તેણે પોતાની જ સહેલીની સૌતન બનવાનું પસંદ કર્યું. ત્યાર પછી ત્રણેય પોતાની લાઈફને યુટ્યુબ પર શેર કરવા લાગ્યા.

5/6
મંગળ બજારમાં ચોરી
મંગળ બજારમાં ચોરી

કૃતિકા મલિક એ પોતે જ બિગ બોસમાં એક વખત એવું પણ જણાવ્યું હતું કે અરમાન સાથે લગ્ન કરતા પહેલા તે મંગળ બજારમાંથી સામાન ચોરી કરતી હતી. પરંતુ એક દિવસથી પકડાઈ ગઈ અને પછી તેણે ચોરી કરવાનું બંધ કરી દીધું. 

6/6
કૃતિકા મલિકની આવક
કૃતિકા મલિકની આવક

જોકે એક સમયે મંગળ બજારમાં ચોરી કરતી આજે કરોડપતિ છે. અરમાન મલિક સાથે લગ્ન કર્યા પછી કૃતિકા પાસે ગાડી, મોટું ઘર, નોકર-ચાકર, ફેન ફોલોઇંગ અને અઢળક રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર ક્રિતિકા મલિક બ્લોગ બનાવીને બે થી અઢી કરોડ રૂપિયાની કમાણી કરે છે. Youtube થી ક્રિતિકા મલિકને દર મહિને 40 લાખ રૂપિયાની આવક થતી હોવાનું પણ કહેવાય છે. આ સિવાય તે મ્યુઝિક વિડીયોથી 20 થી 30 લાખ રૂપિયા કમાય છે





Read More