PHOTOS

Kumbh 2019: મૌની અમાસ પર 2 કરોડ લોકોએ ગંગામાં લગાવી ડૂબકી, જુઓ ભવ્ય તસવીરો

રવિવાર રાત્રે 12 વાગ્યાથી સોમવાર સવાર 7 વાગ્યા સુધીમાં એક કરોડથી વધારે લોકો સ્નાન કરી ચૂક્યા છે.

Advertisement
1/7
મહિલાઓ તેમજ બાળકો પણ સ્નાન માટે પહોંચ્યા
મહિલાઓ તેમજ બાળકો પણ સ્નાન માટે પહોંચ્યા

મૌની અમાસ પર મોટી સંખ્યામાં લોકોના આવવાની આશાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ એસ.એન. સાબતે કહ્યું કે, મકરસંક્રાંતિના સ્નાનની સરખામણીએ અમે સરક્ષા દળની સંખ્યા વધારી દીધી છે. કટોકટી ભરી સ્થિતિ સામેલ લડવાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સાથે જ રેલવે મોનિટરિંગ સિસ્ટમ અને મેલ મોનિટરિંગ સિસ્ટમની વચ્ચે સમાધાન સ્થાપિત કરવામાં આવ્યું છે.

2/7
અપ્રવાસી ભારતીયઓ માટે જે ટ્રેન ચલાવવામાં આવી રહી છે
અપ્રવાસી ભારતીયઓ માટે જે ટ્રેન ચલાવવામાં આવી રહી છે

કુંભથી દિલ્હી માટે અપ્રવાસી ભારતીયઓ માટે જે ટ્રેન ચલાવવામાં આવી રહી છે તેમનામાં અન્ય ટ્રેનના રેક ઉપયોગ કરવામાં આવશે. આ રેકમાં કુલ 22 ડબ્બા હશે. જેમાં 19 3ACના ડબ્બા અને ત્યારે 2 પાવર કારનો ઉપયોગ થશે જેથી સંપૂર્ણ ગાડીમાં એસી ચલાવવા માટે વીજળીનો સારો પુરવઠો મળી શકે. આ ઉપરાંત ગાડીમાં એક પેંટ્રી કારના ડબ્બા લગાવવામાં આવશે.

Banner Image
3/7
પૂરતી સુરક્ષા વ્યવસ્થા
પૂરતી સુરક્ષા વ્યવસ્થા

મૌની અમાસ પર મોટી સંખ્યામાં લોકોના આવવાની આશા હોવાના કારણે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

4/7
કટોકટીની સ્થિતિથી લડવાનો અભ્યાસ
કટોકટીની સ્થિતિથી લડવાનો અભ્યાસ

એડિશનલ પોલીસ ડિરેક્ટર જનરલ એસ.એન. સાબતે કહ્યું કે, મકર સંક્રાંતિના સ્નાનની સખામણીએ અમે સુરક્ષા દળની સંખ્યા વધારી દીધી છે. કટોકટીની સ્થિતિથી લડવાનો પણ અભ્યાસ કર્યો છે. સાથે જ રેલવે મોનિટરિંગ સિસ્ટમ અને મેલ મોનિટરિંગ સિસ્ટમની વચ્ચે સમાધાન સ્થાપિત કરવામાં આવ્યું છે.

5/7
સાંજે 4:40 વાગ્યા સુધી શાહી સ્નાન
સાંજે 4:40 વાગ્યા સુધી શાહી સ્નાન

જણાવી દઇએ કે મૌની અમાવસ્યાના દિવસ પર સવારે 4 વાગ્યાથી પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં અખાડાનું શાહી સ્નાન શરૂ થઇ ગયું છે, જે સાંજે 4:30 વાગ્યા સુધી ચાલશે. એવામાં સંગમની આસપાસ અને સમગ્ર પ્રયાગરાજમાં દરેક તરફ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

6/7
વિદેશીઓએ પણ ભાગ લીધો
વિદેશીઓએ પણ ભાગ લીધો

પ્રયાગરાજમાં 55 દિવસ સુધી ચાલતા આ કુંભમેળામાં દેશી જ નહી વિદેશી લોકોએ પણ ભાગ લીધો અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. જણાવી દઇએ કે વિદેશીઓમાં કુંભ સ્નાનને લઇને ઘણો ઉત્સાહ રહે છે. જેના કારણે કુંભમાં દર વખતે હજારોની સંખ્યામાં વિદેશી આવી પહોંચે છે.

7/7
હવાઈ સર્વેક્ષણથી કરવામાં આવ્યું નિરિક્ષણ
હવાઈ સર્વેક્ષણથી કરવામાં આવ્યું નિરિક્ષણ

પ્રયાગરાજના મંડળાયુક્ત આશીષ ગોયલે કહ્યું કે, અમે ટોળા પર નિયંત્રણ, સફાઇ વ્યવસ્થા, સારવાર વ્યવસ્થા માટે સંબંધિત વિભાગોની સાથે બેઠક કરી છે. મેં આઇજી અને એડીજીની સાથે નગરનું હવાઈ સર્વેક્ષણ કરી પરિસ્થીનું નિરિક્ષણ કર્યું છે. બધી જ જગ્યાએ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.





Read More