PHOTOS

Kylian Mbappe: ટ્રાન્સજેન્ડરના પ્રેમમાં પાગલ થયો આ દિગ્ગજ ખેલાડી, પ્લેબોયના કવર પર છવાઈ પાર્ટનર

Kylian Mbappe Love Affair: ફ્રાન્સના સ્ટાર ફૂટબોલ કાઈલિન એમબાપેએ પોતાની રમતના દમ પર દુનિયાભરમાં ફેન્સ બનાવ્યા છે. હવે તેમના લન અફેરને લઇને પણ સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 23 વર્ષનો આ ફૂટબોલર એક જાણીતી ટ્રાન્સજેન્ડર મોડલને ડેટ કરી રહ્યો છે. ઇનિસ રાઉ નામની આ મોડલ પ્લેબોય મેગેઝિનના કવર પર પણ છવાઈ ચૂકી છે. રાઉને એમબાપે સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવામાં આવી હતી.

Advertisement
1/5

એમબાપેએ માત્ર 19 વર્ષની ઉંમરમાં તે સમયે અલગ જ ઓળખ બનાવી, જ્યારે પોતાના દમ પર ફ્રાન્સને 2018 માં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ જીતાડ્યો. ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મેનના સ્ટાર એમબાપેને લઇને ઇટલીના એક ન્યૂઝપેપરે રિપોર્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે ઇનિસ રાઉને ડેટ કરી રહ્યો છે.

2/5

ઇનિસ રાઉની ઉંમર 32 વર્ષ છે અને તે ઘણી જાણીતી મોડલ છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી ફેન્સ ફોલોવિંગ છે. તેણે 16 વર્ષની ઉંમરમાં સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી કરાવી હતી. જોકે, 8 વર્ષ બાદ તેણે પોતે ટ્રાન્સજેન્ડર હોવાની જાણકારી આપી હતી.

Banner Image
3/5

ઇનિસને પ્લેબોય મેગેઝિનના કવર પર પણ જગ્યા મળી. વર્ષ 2014 માં તે મેગેઝિન કવર પર છવાઈ ગઈ. 2017 માં તે પ્લેબોયના કવર પર આવનારી દુનિયાની પહેલી ટ્રાન્સજેન્ડર મોડલ બની છે. રાઉએ ફરી એકવાર કહ્યું હતું કે, તે ટ્રાન્સજેન્ડર છે તે ભૂલી ગઈ હતી અને તેણે આ દરમિયાન ઘણા લોકોને ડેટ પણ કર્યા હતા.

4/5

રિપોર્ટમાં કેટલીક તસવીરોના અહેવાલથી કહેવામાં આવી રહ્યું છે કે એમબાપે અને ઇનિસ રાઉ એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેમની જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં ઇનિસને રાઉને ખોળામાં બેસાડી રાખી છે.

5/5

એમબાપેની ગણતરી હાલ ટોપ ફૂટબોલરોમાં થયા છે. તેની માર્કેટ વેલ્યૂ લગભગ 1270 કરોડ રૂપિયા છે. ત્યારે 2017 માં ફ્રાન્સ માટે પોતાની પહેલી મેચ રમી હતી. 2017-18 સીઝનથી તે પીએસજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. 2018 માં પીએસજીએ લગભગ 1400 કરોડ રૂપિયામાં એમબાપેને મોનાકો ફૂટબોલ ક્લબમાંથી ખરીદ્યો હતો.





Read More