Jewelry for Saree: કોટનની સિંપલ સાડી સાથે જો તમે ખાસ પ્રકારના નેકલેસ કેરી કરો છો તો લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. જો તમને જ્વેલરીના લેટેસ્ટ ટ્રેંડ વિશે ખબર ન હોય તો ચિંતા ન કરો. આજે તમને સાડી સાથે કેરી કરી શકાય તેવી જ્વેલરીનો આઈડીયા મળી જશે.
સાડી દરેક મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે છે. તેમાં પણ જો તમે સુંદર કોટન સાડી પહેરો અને તેની સાથે આ પ્રકારના નેકલેસ કેરી કરશો તો તમારા રોયલ લુકના વખાણ ચારેતરફ થશે.
કોટનની સાડી સાથે ઓક્સીડાઈઝ જ્વેલરીનો ટ્રેંડ ચાલે છે. કોટનની સાડી સાથે તમે ચોકર અથવા લોંગ નેકલેસ કેરી કરી શકો છો. આ લુક એકદમ ક્લાસી લાગે છે.
પ્લેન સાડી પહેરી હોય તો તમે તેની સાથે આકર્ષક ડિઝાઈનની લાકડાની જ્વેલરી કેરી કરી શકો છો. આ પ્રકારના નેકલેસ, ઈયરીંગ્સ, બ્રેસલેટ, રીંગ કોટનની સાડી સાથે બેસ્ટ લાગે છે.
પર્લ નેકલેસને હંમેશાથી રોયલ લુક સાથે જોડીને જોવામાં આવે છે. કોટનની ડાર્ક કલરની સાડી સાથે તમે વ્હાઈટ પર્લ નેકલેસ કેરી કરશો તો મહારાણી જેવો વટ પડશે.
કોટન સિલ્કની સાડી સાથે સ્ટોન વર્કવાળી જ્વેલરી પણ કેરી કરી શકો છો. સાડી સાથે આ જ્વેલરીનું કોમ્બીનેશન પણ આકર્ષક લાગે છે.