Gujarat Rain Alert : રાજ્યના 10 જિલ્લામાં 3 કલાક ભારે વરસાદની આગાહી:અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ; રાજ્યના 13 જિલ્લામાં ઓરેન્જ અને 10માં યલો એલર્ટ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસાદ આવશે. 25 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ આવી શકે છે. આમ, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ પવન શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ આવશે. તો પાટણ, મહેસાણા, ખેડા અને ગાંધીનગરમાં ભારે વરસાદ આવશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. તો દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ આવશે. નર્મદા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદ આવશે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ આવશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદ આવશે. આ ઉપરાંત ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ અપાયું છે. તો કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે. અંબાલાલ પટેલે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમઝ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે.