PHOTOS

કેટલાક વિસ્તારોમાં થશે 15-15 ઈંચ સુધીનો વરસાદ! ગુજરાતના માથે નવું સંકટ! 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો

alal Patel Monsoon Prediction: ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હજુ સાત દિવસ માટે માવઠાની આગાહી ક...

Advertisement
1/9

આ સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી રહે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાત પર માવઠા બાદ હવે સાયક્લોનની અસરનું સંકટ તોળાઈ રહ્યું છે. 

2/9

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત સહિત આખા દેશમાં 20 મે બાદ વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં 20 થી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે.જેના કારણે કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જો કે, તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે. સાયક્લોનના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા-મોડું થઈ શકે છે.

Banner Image
3/9

ગત દિવસોમાં જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડેલ હોય ત્યારે હાલ વાતાવરણ સ્વચ્છ રહેવા પામશે. આગામી દિવસોમાં ગરમીનો પારો પણ ઉચકશે, ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે. આગામી ત્રણથી ચાર દિવસમાં જે જિલ્લાઓમાં તાપમાન ઊંચું જશે ત્યાં ભેજનું પ્રમાણ થતાં હળવો વરસાદ પણ વરસી શકે. 

4/9

હાલ નેઋત્યના ચોમાસાની શરૂઆત અંદમાન નિકોબાર થી શરૂ થયું હોય આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસુ અંદામાન નિકોબાર પહોંચશે. આગામી 24 મે બાદ અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિ વધુ જોવા મળશે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત કરવી સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે. 

5/9

આગામી 24 25 મે દરમિયાન કેરળ પાસે આવવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ જોવા મળશે. ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય તે ત્વરિત પાક લેવા સૂચના આપવામાં આવેલ છે.

6/9

રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળછાયું વાતાવરણ રહે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળશે નહીં.

7/9

આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ  છે.

8/9

હવામાન શાસ્ત્રી અને નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે. અરબી સમુદ્રમાં સાયકલોન સર્જાશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.   

9/9

જોકે અરબી સમુદ્રમાં સર્જાતું સાયકલોન અસર કરશે તો ચોમાસુ મોડું પણ થવાની સંભાવના છે. 22 મેની આસપાસ ચોમાસુ શ્રીલંકા પહોંચશે. ગુજરાતમાં 20 મેથી 24 મે સુધી સાયકલોનની અસરો જોવા મળશે. આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વખતે ભારતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે. ભારતના કેરલમાં 28 મે સુધી ચોમાસુ પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. 





Read More