Laxmi Narayan Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિ બદલે છે. ગ્રહોની ચાલમાં જે પરિવર્તન થાય છે તેની અસર બધી જ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. કેટલાક લોકોને શુભ ફળ મળે છે તો કેટલાકને અશુભ ફળ મળે છે. આ જ્યોતિષ ગણના અનુસાર બુધ ગ્રહ 10 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે.
10 ઓક્ટોબરે ગ્રહોના રાજકુમાર બુધ સવારે 11:00 કલાક અને 25 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક અને મિત્રનો કારક ગ્રહ છે.
13 ઓક્ટોબર સુધી સુખ સુવિધાના દાતા શુક્ર પોતાની મૂળ ત્રિકોણ રાશિ તુલામાં ગોચર કરશે. 10 ઓક્ટોબરથી બુધ પણ તુલા રાશિમાં હશે જેના કારણે બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ ત્રણ રાશિના લોકો માટે શુભ સાબિત થશે.
મેષ રાશિના લોકો માટે આ યોગ લાભકારી માનવામાં આવે છે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને સંબંધો મજબૂત થશે. કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપારી માટે સમય અનુકૂળ. નવી ડિલથી મોટો ફાયદો થશે.
તુલા રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બનશે તે વૃષભ રાશિના લોકો માટે પણ લાભકારી છે. નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે. નવો વેપાર શરૂ કરવા માટે પણ સારો સમય. આર્થિક સ્થિતિમાં સુધારો થશે ધનની આવક વધશે.
લક્ષ્મીનારાયણ યોગ સિંહ રાશિના લોકો માટે પણ શુભ છે. અટકેલા કામ પુરા થશે. ધન લાભના સંયોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ સુધરશે. દાંપત્ય જીવનની સમસ્યા દૂર થશે. લવ લાઈફ સારી રહેશે. નોકરી કરતા લોકોને નવી તક પ્રાપ્ત થશે. વેપારીઓ માટે સમય અનુકૂળ.