ટોબરમાં ખાસ હરાજી પછી એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ શેર અચાનક ૩ રૂપિયાથી વધીને 2 લાખ 36 હજાર રૂપિયા થઈ ગયા છે. હાલ બપોરે 1 વાગ્યેને 56...
Expensive Stock: હવે ફરી એકવાર દેશનો સૌથી મોંઘો શેર ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની MRF લિમિટેડ બની ગયો છે. MRF લિમિટેડના શેરે એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (elcid investments limited share price) ને પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે ગયા ઓક્ટોબરથી, એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો શેર દેશમાં સૌથી મોંઘો શેર હતો. જોકે, હવે MRF લિમિટેડના શેરે ફરીથી આ બિરુદ હાંસલ કર્યું છે.
આજે સોમવારે અને 05 મેંના રોજ BSE પર MRF ના શેરનો ભાવ 2% થી વધુ વધીને 1,37,811 રૂપિયા થયો. તે જ સમયે, આલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના શેરમાં પણ 1% થી વધુનો વધારો જોવા મળ્યો. આ શેર રૂ. 1,33,665 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સોમવાર અને 5 મેના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે ટાયર કંપનીઓ જેવી ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્ઝ કંપનીઓના શેરમાં ઉછાળો આવ્યો હતો. ભારત, જે તેની 85 ટકા ક્રૂડ ઓઇલની જરૂરિયાતો માટે આયાત પર આધાર રાખે છે, તેને કિંમતોમાં ઘટાડાનો ફાયદો થઈ શકે છે, તેમજ ક્રૂડ ઓઇલ ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરતા ઉદ્યોગોને પણ ફાયદો થઈ શકે છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી એશિયન પેઇન્ટ્સ અને ટાયર કંપનીઓ માટે ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાથી ગ્રોસ માર્જિન અને નફાકારકતામાં સુધારો થયો છે. આ જ કારણ છે કે આજે MRFના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં સ્પેશિયલ ઓક્શન બાદ elcid investments limitedના શેર અચાનક 3 રૂપિયાથી વધીને 2 લાખ 36 હજાર રૂપિયા થઈ ગયા હતા. આ પછી પણ, સતત અપર સર્કિટ લાગી અને તે 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ સાથે તે દેશનો સૌથી મોંઘો શેર બની ગયો છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)