PHOTOS

એક-એક દાણામાં છે પ્રોટીનનું પાવરહાઉસ, એકવાર ટ્રાય કરો આ દેશી દાળ

Protein Tips: વેજીટેરીયન લોકો તેમના શરીર માટે પ્રોટીન દાળમાંથી લઈ શકે છે. અલગ-અલગ પ્રકારની દાળમાં અલગ-અલગ માત્રામાં પ્રોટીનની હોય છે. તો ચાલો આજે જાણીએ કે તે પાંચ દાળ વિશે જે પ્રોટીનનો ખજાનો છે.

Advertisement
1/7

દાળમાં માત્ર સ્વાદ જ નથી, પરંતુ દાળના દરેક દાણા પ્રોટીનનું પાવરહાઉસ હોય છે. આ સિવાય તેમાં મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. દાળને કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આનાથી શરીરને ઘણી ઉર્જા મળે છે. તો આજે અમે તમને જણાવીશું કે કઈ દાળમાં કેટલા પોષક તત્વો હોય છે.

2/7

અડદની દાળમાંથી જ દાળ મખની બનાવવામાં આવે છે. 100 ગ્રામ દાળમાં લગભગ 25-26 ગ્રામ પ્રોટીન હોય છે. આ દાળ પ્રોટીન અને વિટામિન B3નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

Banner Image
3/7

જો કોઈ વ્યક્તિ 100 ગ્રામ ફોતરાવાળી મગની દાળ ખાય છે તો તેમાંથી તેને લગભગ 24 ગ્રામ પ્રોટીન મળે છે. આ દાળમાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

4/7

મસૂર દાળમાં કોપર, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. જો કોઈ વ્યક્તિ 100 ગ્રામ મસૂર ખાય છે તો તેને લગભગ 24 ગ્રામ પ્રોટીન મળે છે.

5/7

ચણાની દાળમાં કોપર, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. 100 ગ્રામ ચણાની દાળમાં લગભગ 13 ગ્રામ પ્રોટીન હોય છે.

6/7

તુવેર દાળને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય તેમાં ફાઈબર, ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. 100 ગ્રામ તુવેર દાળમાં લગભગ 13 ગ્રામ પ્રોટીન હોય છે.

7/7

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.





Read More