PHOTOS

અસલ KGF છે જબરદસ્ત...ભારતમાં આ જગ્યાએથી નીકળે છે ઢગલો સોનું, સોનાની 6 ખાણો વિશે ખાસ જાણો

Gold Mines: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ભારત પાસે 2,191 મેટ્રિક ટન ગોલ્ડના સ્ત્રોત છે, જો કે  તેમાંથી ગણી ગાંઠી એક્સપ્લોર કરવામાં આવી છે. ભારતની આ 6 ગોલ્ડ માઈન્સના નામ તમે ભાગ્યે જ સાંભળ્યા હશે. 

Advertisement
1/6
કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (KGF)
કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ  (KGF)

કર્ણાટકમાં આવેલી આ માઈનિંગ  ભારતની સૌથી જૂની અને ઊંડી સોનાની ખાણ છે. વર્ષ 1880માં તેને અંગ્રેજો તરફથી સ્થાપિત કરાઈ હતી. વર્ષ 2001 સુધીમાં આ ખાણમાંથી 800 ટન જેટલું સોનું કાઢવામાં આવ્યું હતું. જો કેબાદમાં તેને બંદ કરી દેવાઈ હતી. 

2/6
હટ્ટી ગોલ્ડ માઈન્સ
હટ્ટી ગોલ્ડ માઈન્સ

ભારતની એકમાત્ર એક્ટિવ સોનાની ખાણ હટ્ટી ગોલ્ડ માઈન્સ કર્ણાટકના સ્વામિત્વવાળી કંપની છે. તેમાથી દર વર્ષે 1.8 ટન  સોનું કાઢવામાં આવે છે. 2000 વર્ષ જૂની આ ખાણનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં પણ કરાયો છે. 

Banner Image
3/6
સોનભદ્ર ગોલ્ડ માઈન્સ
સોનભદ્ર ગોલ્ડ માઈન્સ

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આવેલી આ ગોલ્ડ માઈન્સની ખોજ વર્ષ 2020માં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ( GSI) તરફથી કરાઈ હતી. અનુમાન છે કે આ વિશાળ સોનાના ભંડારમાં વધુ 700 ટન ગોલ્ડ છે જે શોન  પહાડી, ચુરલી, હરદી, બસરિયા અને પરાસી સુધી ફેલાયેલું છે.   

4/6
ગણજુર ગોલ્ડ માઈન્સ
ગણજુર ગોલ્ડ માઈન્સ

કર્ણાટકમાં ગોવા બોર્ડર પાસે સ્થિત ગણજુર ગોલ્ડ માઈન્સનું સ્વામિત્વ ડેક્કન ગોલ્ડ માઈન્સ નામની એક પ્રાઈવેટ કંપની પાસે છે. કંપનીએ અનેક વર્ષો સુધી તેના માટે ખનન પટ્ટો મેળવવાની કોશિશ કરી પરંતુ વર્ષ 2021માં સરકારે ખનન પટ્ટાનો અસ્વીકાર કર્યો. 

5/6
જોનાગિરી ગોલ્ડ માઈન
જોનાગિરી ગોલ્ડ માઈન

જોનાગિરી ગોલ્ડ માઈન આંધ્ર પ્રદેશમાં તેલંગણા બોર્ડર પાસે સ્થિત એક સોનાની ખાણ છે. આ ગોલ્ડ માઈનનું સ્વામિત્વ પણ ડેક્કન ગોલ્ડ માઈન્સ કંપની પાસે છે. આ સોનાની ખાણ ભારતની પહેલી ઓપન પિટ સોનાની ખાણ છે. 

6/6
લાવા ગોલ્ડ માઈન
લાવા ગોલ્ડ માઈન

આ ગોલ્ડ માઈન ઝારખંડના ચાંડિલમાં સ્થિત છે. તેને હજુ સંપૂર્ણ રીતે એક્સપ્લોર કરવાનું બાકી છે. આ ગોલ્ડ માઈન્સ ભલે એટલી પ્રસિદ્ધ ન હોય પરંતુ તેમાં સોનું મળવાની ખુબ ક્ષમતા છે. તે ભારતની ગોલ્ડ માઈનિંગનો મોટો ખેલાડી બની શકે છે. 





Read More