PHOTOS

આ છે LICની બેસ્ટ 5 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, વાર્ષિક 12થી 16% સુધી મળી રહ્યું છે રિટર્ન; 10 વર્ષમાં 4 ગણા થઈ ગયા રોકાણકારોના રૂપિયા

LIC Mutual Fund Schemes: LICનું નામ સાંભળતા જ બધા લોકોના મનમાં વીમા પોલિસી જ આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે LIC માત્ર વીમા પોલિસી જ ઓફર નથી કરતી, પરંતુ તેની પાસે અલગ-અલગ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પણ છે.

Advertisement
1/8

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દેશનું સૌથી મોટી ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ છે. તે માર્કેટમાં સૌથી વધુ રોકાણ કરે છે. LICનું નામ સાંભળતાની સાથે જ બધા લોકોના મનમાં વીમા પોલિસીઓ જ આવતી હશે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કેસ LIC માત્ર વીમા પોલિસી જ ઓફર કરતી નથી, પરંતુ તેની પાસે અલગ-અલગ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પણ છે.  

2/8

LIC પાસે ઓછામાં ઓછા 5 મ્યુચ્યુઅલ ફંડ છે જેણે 10 વર્ષમાં તેના રોકાણકારોને 12 થી 16% વાર્ષિક દરે રિટર્ન આપ્યું છે. જે લોકોએ 10 વર્ષ પહેલા LICની આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું હતું, તેમનું રોકાણ આજે 4 ગણું વધી ગયું છે.

Banner Image
3/8
LIC મ્યુચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
LIC મ્યુચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

LICના મ્યુચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 10 વર્ષમાં 16.14% રિટર્ન આપ્યું છે. આનો અર્થ એ થયો કે, જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાનું એક વખતનું રોકાણ કર્યું હોત, તો તેનું રોકાણ હવે 4,46,497 રૂપિયા થઈ ગયું હોત. આ ફંડે SIP કરનારાઓને 10 વર્ષમાં 21% રિટર્ન આપ્યું છે.

4/8
LIC મ્યુચ્યુઅલ ફંડ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ
LIC મ્યુચ્યુઅલ ફંડ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ

LICના આ ફંડે 10 વર્ષમાં 13.31% રિટર્ન આપ્યું છે. એટલે કે, જે રોકાણકારે 10 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તેના રૂપિયા વધીને 3,48,885 રૂપિયા થઈ ગયા છે.

5/8
LIC મ્યુચ્યુઅલ ફંડ લાર્જ એન્ડ મિડકેપ ફંડ
LIC મ્યુચ્યુઅલ ફંડ લાર્જ એન્ડ મિડકેપ ફંડ

LIC મ્યુચ્યુઅલ ફંડ લાર્જ એન્ડ મિડકેપ ફંડે 10 વર્ષમાં 15.96% રિટર્ન આપ્યું છે. 10 વર્ષ પહેલા આ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓના રૂપિયા વધીને 4,39,625 રૂપિયા થયા છે.

6/8
LIC મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ સેવર ફંડ
LIC મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ સેવર ફંડ

LICના આ ટેક્સ સેવર ફંડે 10 વર્ષમાં લમ્પ સમ રોકાણ પર 12.70% રિટર્ન આપ્યું છે. 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓના રૂપિયા વધીને 3,30,552 રૂપિયા થયા છે.

7/8
LIC મ્યુચ્યુઅલ ફંડ BSE સેન્સેક્સ ઇન્ડેક્સ
LIC મ્યુચ્યુઅલ ફંડ BSE સેન્સેક્સ ઇન્ડેક્સ

LICના આ ફંડે 10 વર્ષમાં એક સાથે રોકાણ પર 12% રિટર્ન આપ્યું છે. 10 વર્ષ પહેલાં આ ફંડમાં એક વખત 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓના રૂપિયા વધીને 3,10,585 રૂપિયા થયા છે.

8/8
એસેટ અંડર મેનેજમેન્ટ
એસેટ અંડર મેનેજમેન્ટ

30 જૂન 2025 સુધીમાં LIC મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ લગભગ 38,854 કરોડ રૂપિયા હતી. LIC મ્યુચ્યુઅલ ફંડ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે લગભગ 40 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ ઓફર કરે છે. આમાં ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ સ્કીમનો સમાવેશ થાય છે.

 

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી રિપોર્ટ પર આધારિત છે. કોઈપણ સ્ટોક અથવા ફંડમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને બજાર નિષ્ણાતની સલાહ લો. Z 24 કલાક કોઈપણ પ્રકારના નાણાકીય જોખમ માટે જવાબદાર રહેશે નહીં.





Read More